• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Raghuvanshi Samaj Protested Against Not Getting Tickets, Hundreds With The Message 'no Candidates, No Votes For BJP'. Status Uploaded In Media

કહી ખુશી કહી ગમ:રાજકોટમાં રઘુવંશી સમાજનો વિરોધ, 'ઉમેદવાર નહિ તો ભાજપને મત' નહિના મેસેજ સાથે સો. મીડિયામાં વાઇરલ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રઘુવંશી સમાજના ચહેરા તરીકે એક માત્ર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી - Divya Bhaskar
રઘુવંશી સમાજના ચહેરા તરીકે એક માત્ર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી

ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂથવાદ અને દાવેદારોની હારમાળા વચ્ચે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. આપા ગીગા ઓટલાના મહંત અને કોળી સમાજ બાદ રઘુવંશી સમાજમાં રોષ જોવા મળ્યો. સોસીયલ મીડિયામાં રઘુવંશી યુવા શક્તિ સંઘ (RYSS) ગ્રુપમાં રઘુવંશીના ઉમેદવાર નહિ તો ભાજપને મત નહિ ના મેસેજ મુકવામાં આવ્યા.

રઘુવંશી સમાજ નારાજ
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દિવાળી બાદ તુરંત ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં રાજકોટ ખાતે સેન્સ દરમિયાન જૂથવાદ અને દાવેદારોની હારમાળા જોવા મળી હતી જો કે આ જૂથવાદ અને દાવેદારોની હારમાળા ભાજપ માટે પડકાર જરૂર માનવામાં આવતી હતી અને એ જ મુજબ ઉમેદવારોની યાદી જાહેર થતાની સાથે જ ભાજપના નેતાઓ ખુલ્લીને ભલે વિરોધ ન કરી શકતા હોય પરંતુ અલગ અલગ પ્લેટફોર્મના માધ્યમ અને સમર્થકોના માધ્યમથી વિરોધના સુર રેલાવી રહ્યા છે. આપાગીગાના મહંત અને કોળી સમાજ બાદ રાજકોટમાં રઘુવંશી સમાજ નારાજ જોવા મળી રહ્યો છે.

સમાજ ભાજપને મત નહિ આપે
સોસીયલ મીડિયામાં રઘુવંશી યુવા શક્તિ સંઘ (RYSS) ગ્રુપમાં એક મેસેજ સાથે ભાજપને મત નહીનો સંદેશ આપવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે, રાજકોટમાં 3 લાખની વસ્તી ધરાવતો રઘુવંશી સમાજ ભાજપને મત નહિ આપે. ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી જેમાં રઘુવંશી સમાજની અવગણના કરવામાં આવી છે. રઘુવંશીના ઉમેદવાર નહિ તો ભાજપને મત નહિ. આ મેસેજ દરેકના ઇન્સ્ટાગ્રામ તેમજ વોટસએપ પર સ્ટેટ્સમાં મુકવામાં આવ્યો છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી નારાજ?
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રઘુવંશી સમાજના ચહેરા તરીકે એક માત્ર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનું નામ સૌથી આગળ અને સૌથી વધુ ચર્ચામાં ચાલી રહ્યું હતું ત્યારે શું ખુદ શહેર પ્રમુખ ટિકિટ ફાળવણી થી નારાજ છે તેવો ગણગણાટ રાજકોટની ચો તરફ બજારમાં જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે જૂથવાદ અને દાવેદારોની હારમાળા વચ્ચે શું પરિણામ આવશે તે જોવું મહત્વનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...