વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયા આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. કોરોના બાદ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં તો ઠીક આપણે ગુજરાતમાંથી લાઉડસ્પીકર હટાવી દઇએ. ભાજપશાસિત રાજ્યોમાં લાઉડસ્પીકર હટાવવા જોઈએ.
મોંઘવારીને કારણે લોકો આત્મહત્યા કરવાની સ્થિતિમાં આવી ગયા
પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે, કોરોના પછી મળવાનું થયું નહોતું એટલે બધા કાર્યકર્તાઓને રામ રામ કરવા આવ્યો છું. દેશમાં મોંઘવારી માજા મૂકી ગઈ છે. સરકારનો ટેક્સ તો સૌથી વધારે મળ્યો પણ લોકો મોંઘવારીને કારણે આત્મહત્યા કરવાની સ્થિતિમાં આવી ગયા છે. એટલે સરકારે પેટ્રોલ-ડીઝલ અને ગેસના સિલિન્ડરના ભાવ ઘટાડવા જોઈએ. કેન્દ્ર સરકાર એક્સાઇઝ ઘટાડે અને રાજ્ય સરકાર વેટ ઘટાડવો જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારમાં એક કરોડ સરકારી નોકરીઓની જગ્યા ખાલી છે. સરકારે આ તમામ જગ્યા પર ભરતી કરે તો લોકોને રોજગારી મળે. સરકારે મોંઘવારી ઘટાડી રોજગારી વધારવા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
આખા દેશની અંદર લાઉડસ્પીકર હટવા જોઈએ
પ્રવીણ તોગડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં તો ઠીક છે, આપણે ગુજરાતમાંથી પણ લાઉડસ્પીકર હટાવી દઇએ. દેશની અંદર ભાજપની સરકાર છે ત્યાં લાઉડસ્પીકર હટાવે. કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે. પછી ભાજપ સિવાયના રાજ્યોની અંદર આંદોલન કરીશું. આંદોલન કરવામાં હું પણ આગળ આવીશ એટલે ભાજપની સરકાર શરૂઆત કરે. ગુજરાતમાં ગુજરાતના લોકો જ વિધાનસભાની ચૂંટણીમાં જોર કરવાના છે. હું તો કહુ છું કે આખા દેશની અંદર લાઉડસ્પીકર હટવા જોઈએ અને શરૂઆત ભાજપની સરકાર કરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.