• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Police Seized More Than 5 Lakh Liquor Loaded In A Mercedes Car, 3 Arrested With A Total Of 13 Lakh Liquor In Two Raids.

દારૂની હેરાફેરી:રાજકોટમાં પોલીસે મર્સિડીઝ કારમાં લવાતો 5 લાખથી વધુનો દારૂ ઝડપાયો, બે દરોડામાં કુલ 13 લાખના દારૂ સાથે 3ની ધરપકડ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મર્સિડીઝ કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી - Divya Bhaskar
મર્સિડીઝ કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી
  • પ્રથમ કિસ્સામાં આરોપી મર્સિડીઝ કારમાં દારૂ ભરી આવતા હોવાથી આગળ સિયાઝ કાર દ્વારા પાયલોટિંગ આપવામાં આવતું હતું
  • અન્ય કિસ્સામાં ટ્રક ચાલક કલીનર સાથે મળી દારૂની હેરાફેરી કરતો ઝડપાયો હતો

રાજકોટમાં એરપોર્ટ પોલીસની ટીમે રામપર બેટીના પૂલ પાસે બે દરોડામાં રૂ.13 લાખથી વધુનો દારૂ પકડી લઈ લાખોની કિંમતના વાહનો કબ્જે કરી ત્રણ રાજસ્થાની શખ્સને પકડ્યા છે. જ્યારે બે આરોપી ફરાર થઈ ગયા હતા. જેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે પૈકી એક દરોડામાં મર્સિડીઝ કારમાં દારૂ ભરી લાવવામાં આવતો હોવાથી આરોપી દ્વારા આગળ સિયાઝ કાર મારફત તેને પાયલોટિંગ આપવામાં આવતું હતું.

પોલીસે રામપરા બેટી ગામના પુલ પાસે દરોડા પાડ્યા
એરપોર્ટ પોલીસ નાઇટ પેટ્રોલીંગ હતી દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે રામપરા બેટી ગામના પુલ પાસે અમદાવાદ રાજકોટ હાઇવે ટ્રક ચાલક શૈદારામ જાલારામ દેવાશીને પકડી લીધો હતો. બીજો શખ્સ કલીનર જોગારામ ભાસ્તારામ દેવાસી નાસી ગયો હતો. આ ટ્રક માંથી કુલ બોટલ નંગ - 1980 અને 108 નંગ બીયરના ટીન મળી કુલ રૂપિયા 8.54.400 દારૂ તથા ટ્રક મળી કુલ 14,59,400 નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે ટ્રક મળી કુલ 14,59,400 નો મુદામાલ કબ્જે કર્યો
પોલીસે ટ્રક મળી કુલ 14,59,400 નો મુદામાલ કબ્જે કર્યો

રૂ.15,50,150નો મુદ્દામાલ કબ્જે
જયારે બીજા દરોડામાં પણ રામપરા બેટી ગામના પુલ પાસે અમદાવાદ રાજકોટ હાઇવે ઉપરથી પાયલોટીંગ મારુતિ કંપનીની સિયાઝ કાર નંબર GJ.04.CR.6012 અને ગ્રે કલરની મર્સિડીઝ બેન્ઝ કાર GJ.05.CP.2233 પકડી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ- 269 કી રૂ.5,16,150 કબ્જે કરી બે શખ્સો શૈલેન્દ્ર ઉર્ફે મુકેશ પુરખારામ ગોદાર અને રાકેશ કુમાર નંદરામ સાંરગને પકડી પાડ્યો છે જ્યારે ત્રીજા શખ્સ મહાવીર ભાગીરામ ભાટી ભાગી ગયો હતો. આ દરોડામાં કુલ દારૂના જથ્થા તેમજ બે લકઝુરીયસ કાર સાથે કુલ 15,50,150 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.