ડ્રિમ પ્રોજેક્ટનું નિરીક્ષણ:રાજકોટમાં PM મોદીએ લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોનથી નિરીક્ષણ કર્યા બાદ સમીક્ષા બેઠક યોજી, મ્યુની. કમિશનરે કહ્યું- આગામી 10 માસમાં કામ પૂર્ણ થશે

રાજકોટ7 મહિનો પહેલા
PM મોદીએ લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોન કેમેરા મદદથી નિરીક્ષણ કર્યું હતું
  • રાજકોટ સહિત દેશના 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેકટ કાર્યરત છે

રાજકોટમાં ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ બાદ લાઇટ હાઉસ પ્રોજેકટનું પણ ખાત મુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂપિયા 118 કરોડના ખર્ચે નિર્માણ પામનાર “લાઈટ હાઉસ” પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત 1 જાન્યુઆરી 2021ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં આજે PM મોદીએ લાઇટ હાઉસ પ્રોજેકટનું ડ્રોન કેમેરા મદદથી નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી
2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી

આગામી 10 માસમાં કામ થશે પૂર્ણ
આ અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આગામી 10 માસમાં લાઈટ હાઉસનું કામ પૂર્ણ થશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એવા લાઈટ હાઉસ પ્રોજેક્ટનું નિરીક્ષણ ખુદ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાલી રહેલા નિર્માણ કાર્ય નું ડ્રોન કેમેરાની મદદથી નિર્માણ કાર્ય ક્યાં સુધી પહોંચ્યું તે અંગેની તમામ માહિતી મેળવી હતી. ત્યારે રાજકોટમાં મોનોલિથીક કોંક્રિટ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજી અંતર્ગત ટ્ટનલ ફોર્મવર્ક સિસ્ટમ ના માધ્યમથી પુને ની કંપની આઉટીનોડ ફોર્મવર્ક પ્રોવાઇડાર દ્વારા ટેકનોલોજી પ્રોવાઇડ કરવામાં આવી રહી છે. જ્યારે કે તેનું નિર્માણ કાર્ય માલાણી કન્સટ્રકશન કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટેકનોલોજી અંતર્ગત ચોક્કસ પ્રકાર ના ટ્ટનલ મોડ્યુલને બેસાડવામાં આવે છે. જેના કારણે કોંક્રિટની દીવાલો અને સ્લેબનું કાર્ય એક દિવસમાં પૂર્ણ કરી શકાય છે.

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા
મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા
રાજકોટમાં મોનોલીથિક કોંક્રિટ કેટેગરીમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે
રાજકોટમાં મોનોલીથિક કોંક્રિટ કેટેગરીમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે

શું છે આ ટેકનોલોજીની વિશેષતા
વધુમાં લાઈટ હાઉસ પ્રોજેકટના કો-ઓર્ડીનેટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટમાં મોનોલીથિક કોંક્રિટ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તેની વિશેષતાઓને વાત કરવામાં આવે તો, આ પ્રકાર ની ટેકનોલોજીના ઉપયોગ થી નિર્માણ કાર્ય ઝડપથી થઇ શકે છે. ઉપયોગ શરૂ કર્યા પછી બાંધકામ અંગે દેખરેખ, સાર સંભાળ ઓછો રાખવી પડે છે. બાંધકામ પ્રમાણમાં મજબૂત અને ટકાઉ બને છે. ટ્ટનલ સિસ્ટમ માં બોક્ષ પ્રકાર ની કન્સટ્રકટીવ રચના હોવાના કારણે ભૂકંપ, વાવાઝોડા સહિતની કુદરતી આફતોથી રક્ષણ મેળવી શકાય છે.

મ્યુની.કમિશનર, સ્ટેન્ડિંગ કમિશનરે અને મેયર સહિતના અધિકારીઓ હાજર રહ્યા
મ્યુની.કમિશનર, સ્ટેન્ડિંગ કમિશનરે અને મેયર સહિતના અધિકારીઓ હાજર રહ્યા
વાવાઝોડા સહિતની કુદરતી આફતો થી રક્ષણ મેળવી શકાશે
વાવાઝોડા સહિતની કુદરતી આફતો થી રક્ષણ મેળવી શકાશે

54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવી
PM નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઘટકો અંતર્ગત લાભાર્થી આવાસ મેળવી શકે છે. વર્ષ 2022 સુધીમાં સૌને ઘરનું ઘર મળી રહે તે માટે ઝડપથી આવાસો બનાવવા જરૂરી છે. જે ધ્યાને લેતા દેશભરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી એકસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસો બનાવવામાં આવે તેવું કેન્દ્ર સરકાર દ્વારા સુચન કરવામાં આવેલ છે. કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા વિશ્વભરમાં પ્રચલિત જુદી-જુદી ટેકનોલોજી વિશે અભ્યાસ કરવામાં આવેલ તેમજ ભારતમા અનુકુળ એવી 54 ટેકનોલોજીને અલગ તારવવામાં આવેલ હતી.

લાઈટ હાઉસ પ્રોજેકટના કો-ઓર્ડીનેટર ભાવિન પટેલ
લાઈટ હાઉસ પ્રોજેકટના કો-ઓર્ડીનેટર ભાવિન પટેલ

એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરાઈ
અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ (ગુજરાત), લખનઉ (ઉત્તરપ્રદેશ), રાંચી (ઝારખંડ), અગ્રતલા (ત્રિપુરા), ઇન્દોર (મધ્યપ્રદેશ) અને ચેન્નાઈ (તમિલનાડુ)ની પસંદગી કરવામાં આવેલ છે. ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ઉપરોક્ત 6 શહેરોમાં 6 જુદી-જુદી ટેકનોલોજીના આધારે આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને એજન્સીની નિમણુક કરવામાં આવેલ છે. સમગ્ર કામગીરી મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સના વડપણ હેઠળ BMTPC (બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ) દ્વારા કરવામાં આવનાર છે. જેમાં ગુજરાત સરકાર તરફથી એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરવામાં આવનાર છે.

બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ દ્વારા આવાસ બનશે
બિલ્ડીંગ મટીરીયલ્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન કાઉન્સિલ દ્વારા આવાસ બનશે

1144 આવાસનું નિર્માણ કરવામા આવી રહ્યું છે
રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવી રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 1.50 લાખ તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 1.50 લાખની સહાય આપવામાં આવનાર છે. આ ઉપરાંત નવી ટેકનોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ આવાસ રૂપિયા 4 લાખની વિશેષ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ આપવામાં આવનાર છે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે રૂપિયા 118 કરોડના ખર્ચે 1144 આવાસનું નિર્માણ કરવામા આવી રહ્યું છે.

એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરાઈ છે
એફોર્ડેબલ હાઉસિંગ મિશનના કાર્યક્ષેત્ર હેઠળ કામગીરી કરાઈ છે

54 હાઉસિંગ ટેકનોલોજીને 6 જેટલી કેટેગરીમાં વહેંચવામાં આવી છે
હાલ દેશભરમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા અંતર્ગત વિશ્વભરમાં પ્રવર્તમાન 54 હાઉસિંગ ટેકનોલોજીને 6 જેટલી કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જે અંતર્ગત દેશના 6 જેટલા રાજ્યોમાં આ કેટેગરી અંતર્ગત નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં રાંચીમાં પ્રિકાસ્ટ કોંક્રિટ કન્સટ્રકશન સિસ્ટમ થ્રીડી વોલ્યુમેટ્રીક કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ચેનાઇમાં પ્રિકાસ્ટ કોંક્રિટ કન્સટ્રકશન સિસ્ટમ - પ્રિકાસ્ટ કમ્પોનેન્ટ્સ અસેમ્બ્લડ એટ સાઈટ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, અગરતલામાં લાઈટ ગૌગ સ્ટીલ સ્ટ્રકચરલ સિસ્ટમ - પ્રિ એન્જિનિયરડ સ્ટીલ સ્ટ્રકચરલ સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, ઇન્દોરમાં પ્રિફેબ્રિકેટેડ સેન્ડવીચ પેનલ સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, રાજકોટમાં મોનોલીથીક કોંક્રિટ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, લખનૌમાં સ્ટે ઈન પ્લેસ ફોર્મવર્ક સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...