રાજકોટમાં બીપી, ડાયાબીટીસ, થાઈરોડની દવાનો બિનજરૂરી રીતે લોકો સંગ્રહ કરવા લાગ્યા

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

  • પૂરતો સ્ટોક છતાં  ભય, મેડિકલમાં વ્યવસ્થા જાળવવા પોલીસ બોલાવવી પડે છે 
  • દવાની ખરીદી માટે લોકો  એકસાથે  ભેગા થતા હોય ચેપ વકરવાની શક્યતા 

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 02:33 AM IST

રાજકોટઃ કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકડાઉન જાહેર કરાયું છે. આમ છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. હાલ દવા,અનાજ,કઠોળ અને શાકભાજીની ખરીદી માટે લોકો બજારમાં ભેગા થાય છે અને તેને કારણે ચેપ વધવાની શક્યતા છે. હાલ દવાનો પૂરતો સ્ટોક હોવા છતાં દવા નહીં મળવાની બીકે લોકો ડાયાબીટીસ, બીપી અને થાઇરોડની દવાનો ખોટી રીતે સંગ્રહ કરવા લાગ્યા છે. 15 દિવસની દવા હોય તો એક-બે મહિનાની દવા એકસાથે લઈ જાય છે. મેડિકલમાં વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બોલાવવી પડે છે. કોરોના પહેલા સામાન્ય દિવસોમાં તબીબે 20 દિવસની દવા લખી દીધી હોય તો 10 દિવસની લેતા હતા, પરંતુ કોરોના આવ્યા બાદ આખી પરિસ્થિતિ ઊલટી જોવા મળી રહી છે. 10 દિવસની દવા લખી દીધી હોય તો પણ 30 દિવસની દવા લઈ લે છે. હાલ રાજકોટમાં સવારના 9 થી રાતના 9 સુધી મેડિકલ ખુલ્લા રખાય છે. મેડિકલ સંચાલકોના જણાવ્યાનુસાર હાલ તો કોરોનાને કારણે લોકોમાં જાગૃતિ પણ આવી છે. 

ગઈકાલે જ ટ્રક ભરીને દવા આવી 
રાજકોટના લોકોને ડરવાની જરૂર નથી. નિયમિત રીતે દવા આવી જાય છે. હજુ સોમવારે જ ટ્રક ભરીને જોઈતી હતી તે બધી દવા આવી ગઇ છે. રાજકોટમાં દવાનો સ્ટોક ખૂટે નહીં તે માટે કેમિસ્ટ એન્ડ મેડિકલ એસો. દિન રાત કામ કરે છે. લોકોને જોઈતી બધી જ દવા મળી જશે. -અનિમેષ દેસાઈ, મંત્રી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો. રાજકોટ 

લોકો અંતર રાખી ઊભા રહે તેવી વ્યવસ્થા 
ગ્રાહકોને અંતર જાળવવા સમજાવવા છતાં સમજતા નહોતા.વ્યવસ્થા જળવાઈ રહે અને બધા વચ્ચે ડિસ્ટન્સ બની રહે તે માટે રોડ પર ગોળ સર્કલ બનાવી લીધા. ફરજિયાત તેમાં જ ઊભા રહેવા દેવામાં આવે છે. - પ્રણવભાઈ ઉનડકટ, મેડિકલ સંચાલક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી