તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની અવ્યવસ્થા:ત્રણ દિવસ બાદ રાજકોટમાં વેક્સિન લેવા લોકોની લાંબી લાઈન, અવ્યવસ્થાને કારણે બબાલ થઈ, વેક્સિન સેન્ટર પર લોકોનો હોબાળો

રાજકોટ21 દિવસ પહેલા
વેક્સિન લેવા સેન્ટર પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
  • રવિવારે રજા હોવાથી શહેરીજનો વહેલી સવારથી વેક્સિન લેવા ઉમટ્યા

રાજકોટમાં 3 દિવસ વેક્સિનેશન બંધ રહ્યા બાદ સતત બીજા દિવસે પણ વેક્સિનેશન કેન્દ્ર બહાર લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. આજે રવિવારની રજા હોવાથી લોકો વહેલી સવારથી જ વેક્સિન લેવા માટે વેક્સિનેશન કેન્દ્ર પર લાઇનમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા. જેમાં અમીન માર્ગ પર કેન્દ્ર ખાતે અવ્યવસ્થા સર્જાતા લોકોએ હોબાળો મચાવ્યો હતો.

અવ્યવસ્થા કારણે બબાલ સર્જાઇ હતી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના પોશ વિસ્તાર એવા અમીન માર્ગ પર વેક્સિનેશન કેન્દ્ર પર સવારથી જ લોકો વેક્સિન લેવા માટે લાઇન લગાવી હતી. જેમાં સવારમાં 7 વાગ્યાથી લાઇનમાં ઉભા રહેલા લોકોએ 10 વાગ્યા આસપાસ વેક્સિનેશનમાં કેન્દ્ર ખાતે આ વ્યવસ્થાને લઇ હોબાળો મચાવ્યો હતો. જેમાં કેન્દ્ર પરના મુખ્ય ઇન્ચાર્જ અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઇ હતી જો કે થોડી વાર બાદ ફરી રાબેતા મુજબ વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે આ અગાઉ પણ આ કેન્દ્ર ખાતે અવ્યવસ્થા કારણે બબાલ સર્જાઇ હતી એ વખતે પણ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

ડેડલાઈન પહેલા મહત્તમ રસીકરણ થઈ જવાની શક્યતા
ગંભીર વાત એ છે કે એક તરફ સરકારે તા.10 જૂલાઈને બદલે હવે તા.31 જૂલાઈ સુધીમાં રસીનો પહેલો ડોઝ લેવો દરેક વેપાર ધંધા માટે ફરજીયાત બનાવ્યો છે ત્યારે શહેરમાં આશરે 2.40 લાખ પુખ્તવયના લોકો પહેલો ડોઝ લેવામાં બાકી છે અને તે ઉપરાંત અગાઉ જેઓએ રસી લીધી છે તેવા 7.30 લાખ પૈકીના હજારો લોકોને રસીનો બીજો ડોઝ લેવાનો સમય પણ હાલ ચાલી રહ્યો છે. ફરજીયાત રસીની ડેડલાઈન પહેલા મહત્તમ રસીકરણ થઈ જવાની શક્યતા અપુરતા સ્ટોકના કારણે નહીવત્ બની ગઈ છે. આ અન્વયે રાજ્ય સરકારે ફરજીયાત રસીના નિયમમાં ચોથી વખત મુદત આપવી પડે તેવી સંભાવના છે. રાજકોટમાં આજે શહેરમાં નીચે મુજબની 31 સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે તેમજ 2 સેશન સાઈટ પર કોવેક્સિન રસી આપવામાં આવશે.

આ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ – ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કુલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં. 84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં. 28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કુલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં. 61, હુડકો
19) શાળા નં. 20 બી, નારાયણનગર
20) જંકશન આરોગ્ય કેન્દ્ર

21) માધાપર આરોગ્ય કેન્દ્ર 22) રેલ્વે હોસ્પિટલ 23) મોરબી રોડ, કોમ્યુનીટી હોલ 24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર 25) આદિત્ય સ્કુલ – ૩૨ (IMA આરોગ્ય કેન્દ્ર) 26) કબીરવન આરોગ્ય કેન્દ્ર 27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર 28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર 29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર 30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર 31) તાલુકા શાળા (BRC) ભવન

આ સેશન સાઈટ પર કોવેક્સિન રસી આપવામાં આવશે
1) શાળા નં. ૪૭, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...