તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ વીડિયો:રાજકોટમાં લોકો બન્યા બેદરકાર, ડી-માર્ટમાં સો.ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા, મોટી સંખ્યામાં લોકો નજરે ચડ્યા

રાજકોટ18 દિવસ પહેલા
  • કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થતા લોકો થયા બેદરકાર

હાલ સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. ત્યારે રાજકોટમાં જાણે કોરોના કાબુમાં આવી ગયો હોય તેમ શહેરીજનો બેકાર બની ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા ડી-માર્ટ મોલમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળે છે જ્યાં મોટી સંખ્યામાં ગ્રાહકોની ભીડ દેખાય છે. તેમજ અનેક ગ્રાહકો માસ્ક વગરના દેખાય છે. તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

તંત્ર પણ ઢીલાશ દાખવતું જણાય છે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં આંશિક રાહત જરૂર મળી રહી છે. પરંતુ આંશિક રાહત થતા ની સાથે જ ફરી લોકો બેદરકાર બનતા જોવા મળી રહ્યા છે. લોકો પોતાના બાળકોને લઇ મોલમાં ખરીદી કરવા આવ્યા છે અને તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ટાળી રહ્યા છે.ત્યારે સરકારની તમામ ગાઇડલાઇન અને નિયમો અભેરાઈએ ચડી ગયા હોય તેમ લોકો બિન્દાસ બની ગયા છે અને તંત્ર પણ ઢીલાશ દાખવતું જણાય છે

પહેલા પણ નિયમ ભંગ બદલ ડી-માર્ટ ને 25 હજારનો દંડ
ઉલ્લેખનીય છે કે 9 મહિના પહેલા પણ ડી-માર્ટ મોલને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ 25 હજારનો દંડ ફટકાર્યો હતો.ત્યારે આ વાઇરલ વીડિયોના દ્રશ્યો જોતા આ પરિસ્થિતિ આવનાર દિવસોમાં રેડ સિગ્નલ સમાન મનાય છે. ત્યારે જાહેર સ્થળોએ લોકોની વધુ અવરજવર વાળા સ્થળોએ માસ્ક અને ડીસ્ટન્સના નિયમનું પાલન કરાવવા તંત્રે કડક વલણ અપનાવવું જોઈએ છે. અને નિષ્ક્રિયતા દાખવતા લોકોને પણ બેદરકારી સામે સજાગતા લાવવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...