તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Paresh Dhanani Said Health Condition Deteriorated Under BJP Rule, A Fine Of Rs 150 Crore Was Collected From The People Of Gujarat In The Name Of Masks.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પ્રચાર:રાજકોટમાં પરેશ ધાનાણીએ કહ્યું- ભાજપના શાસનમાં આરોગ્યની હાલત કથળી, માસ્કના નામે સવા સો કરોડનો દંડ ગુજરાતની જનતા પાસેથી વસુલ્યો

રાજકોટ9 દિવસ પહેલા
પરેશ ધાનાણીએ રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધી
  • ધાનાણી રાજકોટ CPને કોંગ્રેસના ઉમેદવારવોને પોલીસ કનડગત કરતી હોવાની રજુઆત કરશે
  • કોરોનાની મહામારી આવી ત્યારે સરકાર પાસે પુરતા ખાટલા નહોતા, હોસ્ટેલોમાં વ્યવસ્થા કરવી પડી

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારક તરીકે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ભાજપ સામે મેદાને ઉતાર્યા છે. રાજકોટમાં પરેશ ધાનાણીની આજે ચાર સભા છે. સભા પહેલા તેઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં પરેશ ધાનાણીએ ભાજપ પર સીધા પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપના શાસનમાં આરોગ્યની હાલત કથળી છે. માસ્કના નામે સવા સો કરોડનો દંડ ગુજરાતની જનતા પાસેથી વસૂલવામાં આવ્યો. કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ કનડગત કરતી હોવાની રજુઆત રાજકોટના પોલીસ કમિશનરને કરીશ. ભાજપના ઇશારે પોલીસ કામ કરે છે.

યુવાનો બેરોજગાર થઈ રહ્યાં છે તેનો ભાજપ જવાબ આપે​​
રાજકોટ મનપા ચૂંટણી માટે અંતિમ ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો હવે મેદાને ઉતરી સભાઓ ગજવી જનતા પાસે મત માગી કરી રહ્યાં છે. ગઇકાલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની સભા બાદ આજે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી રાજકોટમાં છે. આજે વિવિધ વિસ્તારમાં સભા સંબોધન કરવાના છે ત્યારે સભા પહેલા રાજકોટમાં આવી પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કરી કોંગ્રેસ સત્તા પર આવશે તો શું કરશે તે અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, યુવાનો રોજગાર માટે ભટકી રહ્યાં છે. દિવસ ઉગતાની સાથે જ 10 હજાર યુવાનો નોકરી ગુમાવી રહ્યાં છે, તેનો ભાજપ જવાબ આપે.

GSTને કારણે નાના-મધ્યમ વર્ગના વેપારીઓને લૂંટી રહ્યાં છે
પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, GSTને કારણે નાના અને મધ્યમ વર્ગીય વેપારીઓને લૂંટી રહ્યાં છે. લોકો પર દેવાનો બોજ વધી રહ્યો છે. યુવાનો રોજગાર માટે ભટકી રહ્યાં છે. આ સાથે ભાજપ શાસનમાં શિક્ષણનું વ્યાપારિકરણ થાય છે. સરકારી શાળા બંધ થઇ રહી છે જે કોંગ્રેસ સરકાર પ્રથમ સુધારો કરશે તેવું નિવેદન આપ્યું છે.

યુવાનો બેરોજગાર થઈ રહ્યાં છે તેનો ભજપ જવાબ આપે - પરેશ ધાનાણી
યુવાનો બેરોજગાર થઈ રહ્યાં છે તેનો ભજપ જવાબ આપે - પરેશ ધાનાણી

મોંઘવારી મુદ્દે કોંગ્રેસ મેદાને​​​
પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ અને ગેસ સિલિન્ડરમાં સતત ભાવ વધતા જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ મુદ્દે કોંગ્રેસ જનતા સાથે રહી વિરોધ નોંધાવશે તેવો સંકલ્પ કર્યો હોવાનું વિપક્ષ નેતાએ જણાવ્યું હતું. આ સાથે માસ્કના નામે સવા સો કરોડનો દંડ ગુજરાતની જનતા પાસેથી વસુલતા જનતા સરકારને જાકારો આપશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લોકો પર દેવાનો બોજ વધી રહ્યો છે
પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણનું ભાજપ શાસનમાં વ્યાપારિકરણ થાય છે. એ જ કારણથી આજે શિક્ષણ મોંઘુ થઇ રહ્યું છે. સરકારી શાળા બંધ થઇ રહી છે. અને ખાનગી શિક્ષણ તરફ લોકો જઈ રહ્યાં છે. મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરે છે એ ફી પણ તેમને પરવડે તેવી નથી. મોંઘવારીને કારણે આજે લોકો પર દેવાનો બોજ વધી રહ્યો છે.

કોરોનામાં હોસ્પિટલોમાં ખાટલા ખાલી નહોતા|
​​​​​​​
કોરોનામાં સરકારે કરેલી કામગીરી વિશે વાત કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી આવી ત્યારે સરકાર પાસે ખાટલા નહોતા. ખાનગી હોસ્પિટલમાં, સરકારી હોસ્ટેલમાં વ્યસ્થા કરી આ ક્યાં પ્રકારનું આયોજન છે? અને આટઆટલું કર્યા પછી પણ કોરોના તો બેકાબૂ જ રહ્યો. ​​​​​​​

ધાનાણી રાજકોટ CPને પોલીસ કનડગત કરતી હોવાની રજુઆત કરશે
ધાનાણી રાજકોટ CPને પોલીસ કનડગત કરતી હોવાની રજુઆત કરશે

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યાં છે
પેટ્રોલ-ડીઝલના ભાવ પર પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વિતેલા વર્ષોમાં પરિવહન માટે બસના ભાડા સતત વધ્યા છે, ખાલી રાજકોટ શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 85થી 87 રૂપિયા પહોંચી ગયો છે. ગેસના ભાવ વધી ગયા છે, ગેસના ભાવ શું કરવા આટલા ચૂકવવા પડી રહ્યાં છે. સરકાર પાસે તેનો કોઈ જવાબ નથી. ​​​​​​​​​​​​​​​​​​​

નગર એટલે નળ, ગટર અને રસ્તા - પરેશ ધાનાણી
હાલ DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું કર્યું તેના પર એક ઝુંબેશ ચલાવી રહ્યું છે, આ જ મુદ્દાને રજૂ કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ગટરો અનેક વિસ્તારમાં ઉભરાય છે, સ્વછતાની વાતો થાય છે સ્વછતા થતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો