તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં દાખલ દર્દી કરતા સાજા થનારની સંખ્યા આજે વધુ થશે

રાજકોટ10 મહિનો પહેલા
રાજકોટ કલેક્ટર કચેરીમાં સેનેટાઇઝની કામગીરી કરાઇ
 • આજે 10ને રજા અપાશે તેથી શહેરના 21 દર્દી વધશે, જ્યારે ડિસ્ચાર્જની સંખ્યા 41
 • 31ને રજા અપાઈ ચૂકી છે 10ની સંખ્યા ઉમેરાતા ડિસ્ચાર્જ રેશિયો 50 ટકાથી વધી જશે

રાજકોટમાં દાખલ 10 કોરોનાના દર્દીને સોમવારે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે. આ 10 લોકો સાજા થતા શહેરમાં કોરોનાના કેસનો આખો ગ્રાફ બદલવા જઈ રહ્યો છે. રાજકોટ એવી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બનશે કે જ્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ કરતા કોરોનામાંથી  સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધશે. રાજકોટ શહેરમાં કોરોનાના 63 જ્યારે જિલ્લામાં 4 પોઝિટિવ કેસ સાથે કુલ 67 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ જિલ્લા કરતા શહેરી વિસ્તારમાં કોરોના અનેકગણો વધી ગયો છે. રાજ્યમાં સૌથી પહેલો કેસ રાજકોટમાં જ નોંધાયો હતો. અત્ય શહેરોમાં સતત નવા કેસ આવતા હોવાથી હજુ સુધી એકપણ મનપામાં સારવાર લઈ રહેલા દર્દી કરતા સાજા થયેલા દર્દીની સંખ્યા વધી શકી નથી. જેમાં રાજકોટ હવે પોતાનું સ્થાન લઈ રહ્યું છે. સોમવારે 10 દર્દીઓને રજા આપવામાં આવશે આ સાથે ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીઓની સંખ્યા 41 જ્યારે, સારવાર લેનારની સંખ્યા 21 રહેશે. જેથી ડિસ્ચાર્જ રેશિયો 50 ટકાની ઉપર જશે અને કોરોનાના ગ્રાફમાં પ્રથમ વખત ડિસ્ચાર્જ દર્દી ધરાવતી રેખા દાખલ દર્દી બતાવતી રેખા કરતા ઉપર જશે.

વધુ ધ્યાન આપવું પડશે, નિશ્ચિંત નહીં થઈએ  રાજકોટ માટે આ સારી વાત છે કે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે ધરાવતી પહેલી મનપા બની છે પણ તેનો અર્થ એ નથી કે આપણે હવે નિશ્ચિંત થઈ જઈએ પણ વધુ ધ્યાન રાખવું પડશે. પહેલો કેસ આવ્યો ત્યારથી કન્ટેન્મેન્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ક્વોરન્ટાઈનમાં ઝડપી કામને કારણે આ સ્થિતિ સુધી પહોંચ્યા છીએ. એકપણ ભૂલ ફરીથી દર્દીઓનો ભરાવો કરી શકે છે. > ઉદિત અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર

વાંકાનેરમાં પેટ્રોલ પંપના ધંધાર્થીને કોરોના પોઝિટિવ

મોરબીના વાંકાનેરમાં કોરોના પોઝિટવ કેસ નોંધાયો છે. પેટ્રોલ પંપના ધંધાર્થી અને વાંકાનેરની અરૂણોદય સોસાયટીમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધને સારવાર માટે રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરમાં ગઇકાલે રાત્રે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં એસઆરપી જવાનની પત્ની, 7 વર્ષની બાળકી અને 27 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે. જામનગરમાં 24 અને ગ્રામ્યમાં 1 મળી કુલ કેસ 25 કેસ નોંધાયા છે. 

રાજકોટમાં કોઇપણ જાતની મંજૂરી વગર ઇવેન્ટ મેનેજમેન્ટની ઓફિસ ખોલતા 8 સામે ગુનો નોંધાયો

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર જાસલ કોમ્પલેક્ષના ત્રીજા માળે ગ્લોબલ સર્વિસ ગ્રુપ નામની ઇવેન્ટ મેનેજમેન્ટની ઓફિસમાં કોઇ પણ જાતની પરવાનગી વગર કામ કરતા ત્રણ પૂરૂષ અને પાંચ મહિલા સામે ગુનો નોંધાયો છે. જેમાં ચિરાગ મહેશભાઇ મહેતા, ઉપેન્દ્રભાઇ નલીનભાઇ જોશી, દિપકભાઇ કિશોરભાઇ યાદવ અને પાંચ મહિલાનો સમાવેશ થાય છે. 

અમરેલીમાં અફવા મુદ્દે કલેક્ટરની સ્પષ્ટતા 

અમરેલીમાં આવતીકાલે આવશ્યક ચીજવસ્તુઓ સિવાય અન્ય દુકાનો માર્કેટ બંધની અફવા ઉટી હતી. આવતીકાલનું આવું કોઇ જાહેરનામું બહાર પાડ્યુ નથી. લોકોએ આવી અફવાથી દૂર રહેવા જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું. રાજ્ય સરકારની સુચના અને જિલ્લા કક્ષાએથી જાહેરનામા બહાર પડતા હોય છે. હાલમાં કોઇએ આવી અફવામાં આવવું નહીં તેવી આયુષ ઓકે લોકોને સ્પષ્ટતા કરી હતી.  

રાજકોટ કલેક્ટર કચેરીમાં સેનેટાઇઝની કામગીરી કરાઇ

રાજકોટમાં લેવાયેલા 131 સેમ્પલમાંથી 126ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે 4ના રિપોર્ટ આવવાના બાકી છે. એક પોઝિટિવ જેમાં વાંકાનેરના વૃ દ્રાધનો સમાવેશ થાય છે. રાજકોટ કલેક્ટર કચેરીમાં સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી હતી. કચેરીના અલગ અલગ વિભાગમાં સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી હતી. મિસ્ટિંગ મશીનથી સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના આદેશથી કરવામાં આવી હતી.  

રાજકોટ માર્કેટ યાર્ડમાં ટમેટા, તરબૂચ અને વટાણાની આંતરરાજ્ય આવક બંધ કરાઇ

રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા ટમેટા, તરબૂચ અને વટાણાની આંતરરાજ્ય આવક બંધ કરવામાં આવી છે. આવતીકાલ સોમવારથી એક અઠવાડિયા સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસ ન ફેલાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાંથી આવેલા ટ્રક ડ્રાઇવરો અને મજૂરો કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આવક બંધ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને નાસિકના ટમેટા સિમલાના વટાણા અને બેંગ્લોરથી તરબૂચ આવે છે.

(હસિત પોપટ, જામનગર/જયદેવ વરૂ, અમરેલી/ભરત વ્યાસ, ભાવનગર)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો