શિયાળો જામતા જ મચ્છરજન્ય રોગો ઘટવાના શરૂ થઈ ગયા છે. ચોમાસા બાદ અને શિયાળાની શરૂઆત સુધીનો સમય એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધી જાય છે. બ્રીડિંગ વધતા જ મચ્છરો વધે છે અને રોગ પણ વધે છે. શિયાળો જામતા મચ્છરોની સંખ્યા ઘટી જતા રોગ પણ ઘટે છે. આવું જ ફરી બન્યું છે. 2થી 8 જાન્યુઆરીએ પૂરા થતા સપ્તાહમાં માત્ર મેલેરિયાના ફક્ત બે જ કેસ નોંધાયા છે. જો કે તાવ અને શરદી-ઉધરસ અને ઝાડા-ઊલટીના 470 જેટલા કેસ તંત્રના ચોપડે નોંધાયા છે.
એન્ટિલારવા એક્ટિવિટી શરૂ
આરોગ્ય શાખાના અધિકારીઓ જણાવે છે કે, આ વર્ષે એન્ટિલારવા એક્ટિવિટી વહેલી શરૂ કરાઈ હતી અને મચ્છર ઉત્પત્તિ શક્ય હોય ત્યાં કાર્યવાહી અને દંડની ધોંસ બોલાવી હતી. આ ઉપરાંત જ્યાં કેસ આવે ત્યાં આસપાસમાં ફોગિંગ સહિતની ત્વરિત કાર્યવાહી કરાતા મચ્છરજન્ય રોગો પર કાબૂ મેળવી શકાયો હતો. જેથી પોરાનાશક કામગીરી હેઠળ 16,664 તથા 806 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મચ્છરની ઉત્પતિ મળતા 433 મકાન અને 84 કોર્મશીયલ બિલ્ડીંગને નોટીસ આ૫વામાં આવેલ છે.
આ સ્થળો પર ફોગીંગ કરાયું
આ કામગીરી હેઠળ ૫રસાણાનગર, કરણ૫રા, ફલોરા પ્રાઇમ , સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, પારીજાત રેસીડેન્સી અને પેલેડીયમ હાઇટસ, ગંગોત્રી પાર્ક, શ્રી નાથજી પાર્ક, શ્રી રામ પાર્ક, વિરાટનગર, ૫રમેશ્વર પાર્ક, પુજા પાર્ક, રામેશ્વર પાર્ક, જમુના પાર્ક, પટેલ પાર્કને ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.