આવાસમાં રસ ઓસર્યો?:રાજકોટમાં 24 લાખની કિંમતના 192 ફ્લેટ સામે માત્ર 62 અરજી આવી, રૂડાએ 26 ઓગસ્ટે આવાસ ડ્રો વગર ફાળવવા નિર્ણય કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તા.26ના રોજ યોજાનાર રૂડાની બોર્ડ મિટિંગમાં વિકાસના કામોની ચર્ચા કરવામાં આવશે

રાજકોટમાં મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂડા દ્વારા આગામી તા.26ના રોજ શહેરના સૌથી પોશ વિસ્તાર કાલાવડ રોડ પર આવેલા 192 ફ્લેટ માટે માત્ર 62 અરજી આવતા અને વારંવાર મુદત વધારા પછી પણ ફોર્મ નહીં ભરાતા રૂડા દ્વારા 62 અરજદારોને ડ્રો વગર આવાસ ફાળવી દેવાનો નિર્ણય લીધો છે. તે માટે રૂડાની બોર્ડ મિટિંગમાં દરખાસ્ત કરવામાં આવી છે પ્રત્યેકની કિંમત રૂપિયા 24 લાખ જેટલી છે ઉલ્લેખનીય છે કે 192 ફ્લેટની સામે માત્ર 62 અરજી આવતા આ નિર્ણય લેવાયો છે. હજુ 130 ફ્લેટ ખાલી પડયા છે.

રૂડાએ ટીપી સ્કીમ બનાવવાનો નિર્ણય લીધો
આ ઉપરાંત રાજકોટ રીંગરોડ-2 કે જે શહેરના સૌથી વધુ ઝડપથી વિકસતો વિસ્તાર છે તેની એક બાજુ સ્માર્ટ બને છે પરંતુ બીજી બાજુ ગઢ વાજડી ગઢ ગામનો વિસ્તાર હોય હવે રૂડાએ ટીપી સ્કીમ બનાવવાનો નિર્ણય લીધો છે આ સહિતની દરખાસ્તોને તા.26ના રોજ યોજાનાર રૂડાની બોર્ડ મિટિંગમાં બહાલી અપાશે

વિકાસના કામોની ચર્ચા કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.26ના રોજ બપોરે 4 કલાકે 164મી બોર્ડ બેઠકનું મ્યુનિ. કમિશનર અમિત અરોરાની અધ્યક્ષતામાં આયોજન થશે. આ બોર્ડ બેઠકમાં નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976ની કલમ 41/1 હેઠળ સુચીત મુસદ્દારૂપ નગરચના યોજના નં.77 વાજડીગઢ બનાવવા અંગેનો નિર્ણય જાહેર થશે. આ ઉપરાંત અન્ય મુદ્દાઓમાં રીંગરોડ-3 પર રૂ.60.68 કરોડના ખર્ચે રેલ્વે ઓવર બ્રીજની કામગીરી વગેરે બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવશે.