તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં 18 વોર્ડના 72 ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ભાજપના એક પછી એક ઉમેદવાર ઢોલના તાલે સભાસ્થળ પર પહોંચ્યો હતા. આ તમામ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં બપોરે 12.39 વાગ્યે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કાર્યકરોએ પોલીસની હાજરીમાં રસ્તા પર માંડવા બાંધી દીધા હતા અને રસ્તો પણ વન વે કરી નાખ્યો હતો. પોલીસની હાજરીમાં જ ભાજપના કાર્યકરો ટોળે વળ્યાં હતાં અને દો ગજ કી દૂર ભૂલી નિયમોનો ઉલાળ્યો કર્યો હતો. મહત્વનું છે કે નિયમો બનાવનાર જ નિયમોનો ભંગ કરી રહ્યાં છે. સભાસ્થળે મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલીબેન રૂપાણી પણ હાજર રહ્યાં હતા.
ભાજપના કાર્યકરોએ ઢોલી પર પૈસા ઉડાડી જશ્ન મનાવ્યો
સભાસ્થળે એક પછી એક ઉમેદવાર ખુલ્લી જીપમાં આવી રહ્યાં હતા ત્યારે ઢોલના તાલે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને ઢોલી પર પૈસા ઉડાડી જશ્ન મનાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતી. કાર્યકરોએ સભા સ્થળ પર ઉમેદવારોનું સ્વાગત કરી રહ્યાં હતા ત્યારે જીતેગા ભાઇ જીતેગા ભાજપ જીતેગાના નારા લગાવ્યા હતા.
ઢોલના તાલે એક પછી એક ઉમેદવાર ખુલી જીપમાં આવ્યા હતા
ભાજપના એક પછી એક ઉમેદવાર ઢોલના તાલે સભા સ્થળ પર પહોંચ્યા હતા. ભાજપના ભાવિ મેયર ભાનુબેન બાબરીયા માતાજીના દર્શન કરી ખુલ્લી જીપમાં સભા સ્થળે પહોંચ્યા હતાં. કાર્યક્રમ સ્થળ પર વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી પણ હાજર રહ્યાં હતા. રાજકોટ મનપાની ચૂંટણીમાં આ વખતે ઘણાં નવા ચહેરાઓને આ વખતે ટિકિટ આપવામાં આવી છે.
ભાજપના ઉમેદવારો બપોરે 12.39 કલાકે ઉમેદવારી નોંધાવી
ભાજપ દ્વારા ગઇકાલે 18 વોર્ડ માટે પોતાના 72 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આજે ભાજપના 72 ઉમેદવારો બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થયા હતા. બાદમાં 12.39 વાગ્યે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યુ હતું. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ યાદીમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના 22 ઉમેદવારો ત્રિકોણ બાગ ખાતે એકઠા થઇ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
ભાજપના ઉમેદવારોએ શપથ લીધા
બહુમાળી ભવન ખાતે રસ્તા વચ્ચે માંડવો બાંધી સ્ટેજ ઉભું કરી ભાજપે સભા કરી હતી. સભા બાદ ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ તમામ 72 ઉમેદવારો પાસે શપથ લેવડાવ્યા હતા. ભાજપની સભામાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. તો સ્ટેજ પર ભાજપના નેતાઓમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
લોકો બાળકો સાથે આવ્યા, ભીડ જોઇ બાળકો રડી પડ્યા
ભાજપના આ કાર્યક્રમમાં લોકો નાના બાળકો સાથે આવ્યા હતા. પરંતુ ભીડ જોઇને બાળકો અકળાયા હતા અને રડી પડ્યા હતા. ભાજપના ઉમેદવારોમાં ખુશીની લાગણી જોવા
મળી રહી હતી. બીજી તરફ ટિકિટ ન મળતા દાવેદારો કાર્યક્રમથી દૂર રહ્યાં હતા.
રાજકોટ મનપાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 231 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
-ભાજપના 72 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
-કોંગ્રેસના 30 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
-NCPના 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
-આમ આદમી પાર્ટીના 50 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
-65 જેટલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ક્યાં વોર્ડમાં કેટલા ફોર્મ ભરાયા
-વોર્ડ નં. 1,2 અને 3માં 49 ફોર્મ ભરાયા
-વોર્ડ નં. 4,5 અને 6માં 25 ફોર્મ ભરાયા
-વોર્ડ.નં. 7,8 અને 9માં 30 ફોર્મ ભરાયા
-વોર્ડ નં. 10,11 અને 12માં 34 ફોર્મ ભરાયા
-વોર્ડ.નં. 13,14 અને 15માં 26 ફોર્મ ભરાયા
-વોર્ડ નં. 16,17 અને 18માં 67 ફોર્મ ભરાયા
કડીયા સમાજને એક જ ટિકિટ મળતા સમાજે રોષે ભરાયો
રાજકોટમાં ભાજપમાંથી કડિયા સમાજને એક જ ટિકિટ મળતા સમાજ રોષે ભરાયો છે. સમાજના આગેવાનો રજુઆત કરવા માટે ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યા છે. સમાજને ન્યાય અપાવવા આગેવાનોએ રજુઆત કરી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.