ચોરી CCTVમાં કેદ:રાજકોટમાં યાજ્ઞીક રોડ પર 3 શખ્સે યુવાનને ‘તમારા રૂપિયા રસ્તા પર પડી ગયા’ કહી BMW કારમાંથી 10 સેકન્ડમાં 3 લાખ ઉઠાવી ફરાર

રાજકોટએક મહિનો પહેલા
ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ.
  • 3 શખ્સોએ પ્લાન બનાવી વેપારી યુવાનની નજર ચૂકવી હતી

રાજકોટના યાજ્ઞિક રોડ પર સમી સાંજે 3 શખ્સોએ સાથે મળી લક્ઝુરિયસ BMW કારમાંથી વેપારી યુવાનની નજર ચૂકવી માત્ર 10 સેકન્ડમાં રૂપિયા 3 લાખ લઇ ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. જે બાદ પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. જેમાં ઘટના પાછળ છારા ગેંગનો હાથ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. આ ત્રણેય શખ્સે પહેલા યુવાનને તમારા રૂપિયા રસ્તા પર પડી ગયા છે તેમ કહ્યું હતું અને યુવાન નીચે ઉતર્યો

કોમ્પ્લેક્ષ બહાર રસ્તા પર BMW કાર પાર્ક કરેલી હતી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના યાજ્ઞિક રોડ પર ઈમ્પિરિયલ હોટલની સામે માધવ કોમ્પ્લેક્ષ બહાર રસ્તા પર BMW કાર પાર્ક કરેલી હતી. જેમાં રોકડ રૂપિયા હોવાની જાણ થતા 3 શખ્સોએ પ્લાન બનાવી વેપારી યુવાનની નજર ચૂકવી રૂપિયા 3 લાખ લઇ ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. જે બાદ ભોગ બનનાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એસીપી કક્ષાના અધિકારી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં ભોગ બનનાર યુવાને પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જે મુજબ તપાસ કરતા સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં 3 શખ્સોએ સાથે મળી રેકી કર્યા બાદ પ્લાન બનાવી રૂપિયા 3 લાખ લઇ છૂ થયાનું સામે આવ્યું છે.

પહેલા ત્રણ શખ્સે રેકી કરી હતી.
પહેલા ત્રણ શખ્સે રેકી કરી હતી.

એક શખ્સ બાજુની સીટમાં પડેલા રૂપિયા 3 લાખ નજર ચૂકવી છૂ
રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જે. જોશીના જણાવ્યા મુજબ પ્રજેશ દક્ષિણી નામનો યુવાન માધવ કોમ્પ્લેક્ષ ખાતે તેના મિત્રની મોબાઈલ શોપ પર કોઈ
કામથી આવ્યો હતો. જે બાદ તે ગાડીમાં બેસી પરત જતો હતો. આ સમયે 7 વાગ્યા આસપાસ એક શખ્સે કારનો દરવાજો ખખડાવી તમારા રૂપિયા પડી ગયા છે તેમ કહેતા તે રૂપિયા લેવા નીચે ઉતરતા બાજુની તરફ સીટમાં પડેલા રૂપિયા 3 લાખ નજર ચૂકવી છૂ થઇ ગયા હતા.

સમી સાંજે બનાવ બન્યો.
સમી સાંજે બનાવ બન્યો.

3 શખ્સો સાથે મળી ગુનાને અંજામ આપ્યો
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તે જોતા 3 શખ્સો સાથે મળી ગુનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તારણ લાગી રહ્યું છે અને બનાવની મોડેસ
ઓપરેન્ડી જોતા આ બનાવ પાછળ છારા ગેંગનો હાથ હોવાનું અનુમાન લાગી રહ્યું છે. હાલ ફરિયાદીની ફરિયાદ લેવા તેમજ આરોપીને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો.
પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો.

આ રીતે CCTVમાં ઘટના બની
CCTVમાં દેખાતા દ્રશ્યો મુજબ સાંજના 6.58 વાગ્યે વેપારી યુવાન વ્રજેશ દક્ષિણી ફોન પર વાત કરતા કરતા પોતાની કારમાં બેસે છે. આ સમયે 3 શખ્સો તેની કારની ફરતે ગોઠવાય
જાય છે અને એક શખ્સ પાછળથી ઈસરો કરી યુવાન પાસે જવા કહે છે. બાદમાં તે શખ્સ યુવાન પાસે જઇ તેના રૂપિયા પડી ગયા છે તેવું કહે છે. માટે યુવાન કારમાંથી નીચે ઉતરે છે અને આ સમય દરમિયાન માત્ર 10 સેકન્ડમાં પાછળ ઉભેલો શખ્સ કારનો દરવાજો ખોલી તેમાં પડેલા રોકડ રૂપિયા 3 લાખ લઈ છૂ થઇ જાય છે.