તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • In Rajkot, On The One Hand, The Preparations For The Elections, On The Other Hand, The Struggle For Tickets, Cong Women Marched Outside The Office Demanding Tickets.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિકિટ ન મળતા કોંગી મહિલાઓ નારાજ:રાજકોટમાં એક તરફ ચૂંટણીની તૈયારી બીજી તરફ ટિકિટ માટે કકળાટ, કોંગી મહિલાઓએ ટિકિટની માંગ સાથે કાર્યાલય બહાર મોરચો માંડ્યો

એક મહિનો પહેલા
 • ફરી શહેર કોંગ્રેસના મહિલા આગેવાનો અને કાર્યકરો કાર્યાલયે રજુઆત માટે પહોંચ્યા
 • વોર્ડ નં. 1ના મહિલા આગેવાન હર્ષાબા જાડેજા નારાજ થતા કાર્યકરો સાથે કાર્યાલયે પહોંચ્યા

ગુજરાતમાં 21મી ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપ અને કોંગ્રેસે નવી નવી રણનીતિ ઘડી રહ્યું છે, જેનાથી બંને પક્ષ પ્રભાવિત થયા છે, હજુ ગઈકાલે રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખ આશોક ડાંગરે સિનિયર આગેવાનોની અસંતોષભરી રજૂઆતોને સાંભળી હતી ત્યાં આજે ફરી મહિલા અગ્રણી હર્ષાબા જાડેજાની ટિકિટ કપાતા તેમણે શહેર કોંગ્રેસ કાર્યાલય સામે મોરચો માંડયો હતો.

કાર્યાલય બહાર બેસીને નારાજગી વ્યકત કરતા હર્ષાબાના સમર્થકો
કાર્યાલય બહાર બેસીને નારાજગી વ્યકત કરતા હર્ષાબાના સમર્થકો

કાર્યાલય બહાર બેસીને નારાજગી વ્યકત કરી
વોર્ડ નં. 1માં કાર્યરત સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપેક્ષા કરીને અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવી દેવાની વાતથી રોષે ભરાયેલા ટિકિટના દાવેદાર હર્ષાબા જાડેજા તેમના મહિલા સમર્થકો સાથે નારાજ થયા હતા. મહિલા આગેવાનોએ ઢેબર રોડ ખાતે આવેલા શહેર કોંગ્રેસના કાર્યાલય બહાર બેસી નારાજગી વ્યકત કરી હતી. તેમની સાથે સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.

જરૂર જણાશે તો અમે પ્રદેશ પ્રમુખનું ધ્યાન દોરીશું - મહેશ રાજપૂત
હર્ષાબાથી પ્રેરિત થઇને વોર્ડ નંબર 2, 13 અને 16ના સ્થાનિક મહિલા આગેવાનો-કાર્યકરો નારાજ થયા હતા. આ દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપૂત મહિલાઓને સમજાવવા માટે કોંગ્રેસ કાર્યાલયે પહોંચી ગયા હતા. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, શહેર કોંગ્રેસ એક પરિવાર છે, અને અમારા પરિવારમાં જે કંઈ બન્યું છે તેની અમે સાથે બેસીને ચર્ચા કરીશું, અને જરૂર જણાશે તો અમે પ્રદેશ પ્રમુખનું ધ્યાન દોરીશું.

પાર્ટી માટે વર્ષોથી દોડધામ કરનારાઓની ઉપેક્ષા કરવામા આવી છે- હર્ષાબા જાડેજા
ટિકિટ ન મળવાના રોષને ઠાલવતા હર્ષાબા જાડેજાએ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી કોંગ્રેસ સાથે રહીને લડી રહ્યા છીએ, અને પાર્ટીના દરેક કાર્યક્રમોમાં હાજર રહીએ છીએ. છતાં મને ટિકિટ મળી નથી. અહીં કોંગ્રેસમાં તો જે કામ કરે છે તેને ટિકિટ મળી નથી. જે પક્ષના કોઈ કાર્યક્રમમા હાજર નહિ રહ્યા તેને ટિકિટ આપી દેવાય તે કેટલું વ્યાજબી છે. કોંગ્રેસમાં તો પાર્ટી માટે વર્ષોથી દોડધામ કરનારાઓની ઉપેક્ષા કરવામા આવી છે.

રાજકોટ મનપાની ચૂંટણીમાં રાજકીય પાર્ટી સાથે તંત્રએ પોતાની તૈયારીઓ શરૂ કરી
ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો-કાર્યકરો આંતરિક વિખવાદ ઉત્પન્ન કરી રહ્યાં છે, તે રાજકોટ મનપાની ચૂંટણીના મતોની ગણતરી શહેરના 6 સ્થળે કરવામાં આવશે. જેના માટે સમગ્ર રાજ્યમાં 982 મતદાન મથકો પર 6000થી વધુ ચૂંટણી સ્ટાફને તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મતદાન મથકોમાં રિસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.

ચૂંટણી માટેની તૈયારીઓ

 • વોર્ડ 1થી 3ના 184 મતદાન મથક માટે વીરબાઈ મહિલા કોલેજ.
 • વોર્ડ 4થી 6ના 140 મતદાન મથક માટે ચૌધરી હાઈસ્કૂલ
 • વોર્ડ 7થી 9ના 174 મતદાન મથક માટે વિરાણી હાઈસ્કૂલ.
 • વોર્ડ 10થી 12ના 170 મતદાન મથક માટે અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ.
 • વોર્ડ 13થી 15ના 152 મતદાન મથક માટે પી.ડી.માલવીયા કોલેજ.
 • વોર્ડ 16થી 18ના 162 મતદાન મથક માટે રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો