તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, On The One Hand, The Bodies Were Lying In The Lobby Of Kovid Ward, On The Other Hand, The Family Members Were Crying For The Dead Body, He Said The Bodies Were Not Found For Two Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે ડરવું જરુરી છે:રાજકોટમાં એક તરફ કોવિડ વોર્ડની લોબીમાં મૃતદેહો રઝળ્યા, બીજી તરફ પરિવારજનોનું ડેડબોડી માટે હૈયાફાટ રુદન, કહ્યું- બે-બે દિવસ સુધી મૃતદેહ મળતા નથી

રાજકોટ6 દિવસ પહેલા
કોવિડ વોર્ડની બહાર પરિવારજનોની રોકકળ 
  • સરકારી ચોપડે થતાં મૃત્યુ અને સ્મશાનના આંકડામાં ભારે વિસંગતતા

રાજકોટમાં સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડનું વધુ એક બિહામણું સત્ય સામે આવ્યું છે, જ્યાં એક તરફ સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં કોવિડ વોર્ડની લોબીમાં મૃતદેહો રઝળતા પડ્યા છે તો બીજી તરફ કોવિડ વોર્ડની બહાર સ્વજનના મૃતદેહ માટે પરિવારજનો હૈયાફાટ રુદન કરીને કહ્યું કે બે-બે દિવસ સુધી મૃતદેહ મળતા નથી, અમને અમારા સ્વજનની ડેડબોડી આપો.

મોતનો મલાજો ન જળવાતો હોવાનું સામે આવ્યું
હાલ રાજકોટ સિવિલના કોવિડ વોર્ડમાં વાઇરલ વીડિયોમાં મૃતક દર્દીઓના મોતનો મલાજો ન જળવાતો હોવાનું સામે આવી રહ્યું છે. સિવિલમાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના મૃતદેહો લોબીમાં પડ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે, જેમાં કોવિડ વોર્ડ નંબર 2ની લોબીમાં મૃતદેહ પડયા છે. ઉલ્લેખનીય છે કે આ જ રીતે મુખ્ય કોવિડ સિવિલ હોસ્પિટલ બિલ્ડિંગમાં પણ આ જ રીતે મૃતદેહો પડેલા રહેતા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

સિવિલના કોવિડ વોર્ડનો વીડિયો વાઇરલ.
સિવિલના કોવિડ વોર્ડનો વીડિયો વાઇરલ.

કોવિડ વોર્ડની બહાર પરિવારજનોની રોકકળ
બીજી રાજકોટ સિવિલ હોસ્પિટલની બહાર પોતાના સ્વજનનોના મૃતદેહ ન મળતાં પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યાં છે, જેમાં એક વ્યક્તિએ રડતાં રડતાં કહ્યું હતું કે અમે બે દિવસથી ડેડબોડી માટે તડપી રહ્યા છીએ, હવે અમને અમારા સ્વજનની ડેડબોડી આપો.ઉલ્લેખનીય છે કે હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, ગઇકાલે બેડના અભાવને કારણે કોરોનાના ત્રણ દર્દીનાં લોબીમાં જ મોત થયાં હતાં. દર્દીઓને ઓક્સિજન આપવામાં પણ તંત્ર ઊણું ઊતર્યું છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી વોર્ડમાં એસી બંધ હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

દર્દીઓને ઓક્સિજન આપવામાં પણ તંત્ર ઊણું ઊતર્યું છે.
દર્દીઓને ઓક્સિજન આપવામાં પણ તંત્ર ઊણું ઊતર્યું છે.

રાજકોટ સરકારી ચોપડે થતાં મૃત્યુ અને સ્મશાનના આંકડામાં મોટો તફાવત
છેલ્લા 24 કલાકમાં રાજકોટ સ્મશાનમાં એક જ દિવસમાં 50થી વધુ લોકોની અંતિમવિધિ તો સરકારી ચોપડે માત્ર 31 મોત જાહેર કરવામાં આવ્યાં હતાં. આ સાથે મોતના આંકડા છુપાવવા પાછળનું કારણ શું એ પણ મોટો સવાલ છે.? ગઈકાલે રામનાથપરા સ્મશાનમાં 11, મવડી સ્મશાનમાં 12, મોટામવા સ્મશાનમાં 10, બાપુનગર સ્મશાનમાં 13 અને કબ્રસ્તાનમાં કોવિડ ગાઈડલાઈનથી 4 દફનવિધિ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો