• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, On The Day Of 'Food Safety Day', 19 Kg Of Stale Food Was Seized From Shivam South Indian, 54 Traders Were Checked There.

આરોગ્યના દરોડા:રાજકોટમાં 'ફૂડ સેફ્ટી ડે'ના દિવસે શિવમ સાઉથ ઇન્ડિયનમાંથી 19 કિલો વાસી ખોરાક ઝડપાયો, 54 ધંધાર્થીને ત્યાં ચેકિંગ

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પટેલ પાન, ક્રિષ્ના ઢોસા સહિત 6 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ, શંકાસ્પદ અમૂલ દૂધના 3 નમૂના લેવાયા
  • શહેરની વેસ્ટ ઝોન કચેરી ખાતે ફેરિયાઓને ફૂડ સેફ્ટી અંગેની સમજ આપવા ફૂડ શાખા દ્વારા સેમિનાર યોજાયો

આજે વિશ્વભરમાં દર વર્ષે 'વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે' એટલે કે 'વિશ્વ ખાદ્ય સૂરક્ષા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે પણ રાજકોટમાં વાસી ખોરાકનો જથ્થો ઝડપાયો છે. જ્યાં આજે રેલનગરમાં આવેલા શિવમ સાઉથ ઇન્ડિયનમાંથી3 કિલો વાસી ચટણી, 8 કિલો વાસી બાફેલા બટેટા, 6 કિલો વાસી બાંધેલો લોટ અને 2 કિલો વાસી બાફેલી દાળ મળી કુલ 19 કિલો વાસી ખોરાક મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

19 કિલો વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો
19 કિલો વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો

શંકાસ્પદ અમૂલ દૂધના 3 નમૂના લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા આજરોજ ખાણીપીણીના તેમજ કોલ્ડ્રીંગ્સ અને ડેરી સહિતના 54 ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી શંકાસ્પદ લાગતા અમુલ દૂધનાં અલગ અલગ ત્રણ નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતાં. જ્યારે ફુડ સેફટી ઓન વ્હીલ્સ વાનમાં ખાદ્ય સામગ્રીનું સ્થળ ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતુ. શહેરમાં આજે પટેલ પાન, ખોડિયાર કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના ઢોસા, આશિષ ચાપડી ઊંધિયું, શક્તિ સેલ્સ એજન્સી અને ન્યુ મોમાઇ ડિલક્સને ફૂડ લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.

ફૂડ વિભાગ દ્વારા વર્લ્ડ ફૂડ સેફટી ડેની ઉજવણી કરાઈ
ફૂડ વિભાગ દ્વારા વર્લ્ડ ફૂડ સેફટી ડેની ઉજવણી કરાઈ

ફૂડ શાખા દ્વારા સેમિનાર યોજાયો
આજે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 'વર્લ્ડ ફૂડ સેફટી ડે'ના અનુસંધાને કચેરીમાં બલૂન્સ દ્વારા સજાવટ કરી તથા કેક કાપી ઉજવણી કરવામાં આવેલ. તેમજ રાજકોટ શહેરમાં જુદા-જુદા જાહેર સ્થળો -એસટી બસ પોર્ટ, જ્યુબેલી માર્કેટ, સોરઠિયાવાડી સર્કલ, ભક્તિનગર સર્કલ, યુનિવર્સિટી રોડ વગેરે સ્થળ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા અવેરનેસ ડ્રાઈવ તેમજ જનજાગૃતિ અર્થે પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે શહેરની વેસ્ટ ઝોન કચેરી ખાતે ફેરિયાઓને ફૂડ સેફ્ટી અંગેની સમજ આપવા ફૂડ શાખા દ્વારા સેમિનાર પણ યોજાયો હતો

અન્ય સમાચારો પણ છે...