ઠંડી ગત વર્ષનો રેકોર્ડ તોડે એવી સંભાવના:રાજકોટમાં રવિવારે 14.7ની ઝડપે પવન ફૂંકાયો, લઘુતમ પારો 17 ડિગ્રી

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં રવિવારે લઘુતમ તાપમાન 17 ડિગ્રી યથાવત્ રહ્યું હતું. તેમજ સાંજે પવન 14.4 કિમીની ઝડપે ફૂંકાયો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લઘુતમ તાપમાન ઘટ્યું છે. સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન કેશોદમાં 13.7 ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે ઠંડીમાં ક્રમશ: વધારો થશે.રવિવારે અમરેલીમાં 14, ભાવનગરમાં 16.6, દ્વારકા 21.5, ઓખા 23.6, પોરબંદર 16, વેરાવળ 19.8, દીવ 18.5, સુરેન્દ્રનગર 17, મહુવા 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી પાંચ દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે.

ડિસેમ્બરમાં ઠંડી વધશે
હાલ પવનની દિશા નોર્થ ઈસ્ટ તરફની રહી છે. ડિસેમ્બરમાં ઠંડી વધશે અને સિંગલ ડિજિટમાં તાપમાન પહોંચશે. વરસાદને કારણે ભેજનું પ્રમાણ વધારે રહેશે. જેથી ઝાકળ અને ધુમ્મસ વધારે રહેશે. હાલ વિન્ટર શિડ્યૂલ મુજબ ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. ઠંડીને કારણે સવારે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ ગરમ વસ્ત્રોમાં જોવા મળે છે. જો કે, બપોરે હજુ પણ ગરમીનો અહેસાસ થતો હોવાથી પંખા ચાલુ રાખવા પડે છે. આ વખતની ઠંડી ગત વર્ષનો રેકોર્ડ તોડે એવી સંભાવના છે. શિયાળો શરૂ થતાં જ યાર્ડમાં અને બજારમાં શાકભાજીની આવક પણ શરૂ થઈ ગઈ છે. જ્યારે સ્વેટર બજારમાં હવે ખરીદી નીકળશે.

સૌરાષ્ટ્રના જિલ્લામાં તાપમાન

જિલ્લો

તાપમાન

અમરેલી14.4
ભાવનગર16.6
દ્વારકા22.3
ઓખા24.4
રાજકોટ14.7
વેરાવળ19.6
દીવ18.3
સુરેન્દ્રનગર16.3
મહુવા15.5
કેશોદ14