રાજકોટ શહેરમાં આગના બનાવ:રાજકોટમાં સરેરાશ દરરોજ એક જગ્યાએ લાગે છે આગ, 1095 દિવસમાં 1481 બનાવ

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ઉદય શિવાનંદ અગ્નિકાંડ સિવાય એકપણ માનવ જાનહાનિ નહિ, ઝૂંપડપટ્ટીમાં રાખેલા 15 બકરાંનાં મોત
 • 2018માં 470, 2019માં 493 જ્યારે 2020-21માં 518 સ્થળોએ ફાયર ફાઇટર દોડ્યા હતા, જેમાંથી 8 સ્થળોએ દાઝવા અને મૃત્યુ નોંધાયા

રાજકોટ શહેરની ફાયર શાખા સતત દોડતી રહે છે કારણ કે, શહેરમાં ઈમર્જન્સીના ઘણા બનાવો બને છે તે પૈકી માત્ર આગની જ ઘટના ગણીએ તો સરેરાશ દરરોજ એક સ્થળે આગ લાગે છે જેથી કોઇને કોઇ ફાયર ફાઇટર શહેરના માર્ગો પર આગ બુઝાવવા માટે દોડતું રહે છે. ફાયર શાખાએ આપેલા આંક મુજબ છેલ્લા 3 વર્ષમાં 1481 જગ્યાએ આગના બનાવ બન્યા છે એટલે કે 1095 દિવસમાં 1491 જગ્યાએ આગ લાગી હતી.

આ 3 વર્ષમાં ઉદય શિવાનંદ અગ્નિકાંડમાં 5નાં મોત સિવાય એકપણ માનવ જાનહાનિ થઈ નથી પણ 15 પશુનાં મોત થયા છે જ્યારે 7 લોકો દાઝ્યા છે. 3 વર્ષના બનાવોમાં સૌથી વધુ 2020-21માં 518 આગના બનાવ બન્યા છે જેમાં 3 વ્યક્તિના દાઝવાના અને 5નાં મોત થયા છે. જ્યારે 2018-19માં 470, 2019-20માં 493 બનાવ બન્યા હતા.

ગંભીર રીતે દાઝ્યા કે મોત થયા તે આગની ઘટનાઓની વિગત

 • 07-11-2018 : જંગલેશ્વરની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી 15 બકરાંનાં દાઝી જવાથી મોત
 • 15-10-2019 : માયાણીચોક પાસે મકાનમાં આગ લાગી, એક સ્ત્રી દાઝ્યા
 • 10-12-2019 : હરિ ઘવા રોડ, ભવનાથ પાર્કમાં શેરી નં. 14માં આગ, એક દાઝ્યા
 • 27-12-2019 : નાનામવા રોડ સમર્થ કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ઓફિસમાં આગ, બે બાળકો દાઝ્યા
 • 02-06-2020 : શ્રી હરિ ઈન્ડ. એરિયામાં રામેશ્વર ઈન્ડસ્ટ્રી નામના કારખાનામાં આગ, 1 વ્યક્તિ દાઝી
 • 07-10-2020 : ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર-1માં આગ, એક વ્યક્તિ દાઝી
 • 26-11-2020 : ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી, 5 દર્દીનાં મોત
 • 03-12-2020 : જંક્શન શેરી નં.5-12ના મકાનમાં આગ, એક વ્યક્તિ દાઝી

ફાયર શાખા પાસે આટલા વાહનો અને સાધનોની વ્યવસ્થા

પ્રકારવિગતસંખ્યા
હાઈડ્રોલિક પ્લેટફોર્મ45 મીટર1
રેસ્ક્યૂ ટેન્ડર(વાહન)-2
ફાયર ફાઇટર5500 લિટરના 4, 6000 લિટરના 15
ફાયર ટેન્કર7500 લિટરના 2, 8000 લિટરના 35
ફાયર બાઉઝર12000 લિટરના 2, 10000 લિટરના 69
મિનિ ફાયર ફાઇટર3000 લિટરના 2, 2500 લિટરના 3, 1500 લિટર 27
એમ્બ્યુલન્સનોન એસી11
એમ્બ્યુલન્સએસી4
ફાયબર બોટ8 પેસેન્જરની 4 બોટ, 14 પેસેન્જરની એક બોટ5
મલ્ટિફંક્શન રેસ્ક્યૂ ક્રેન-1
ફાયર વોટર બાઉઝર12000 લિટર2
ફોર્મ નર્સર12000 લિટર1
ફાયર ટેન્કર વ્હિકલ1000 લિટર1

મિનિ રેસ્ક્યૂ વ્હિકલ-2, રેસ્ક્યૂ કન્ટેનર-1, કેઝ્યુલિટી કન્ટેનર-1, હૂક આર્મ ટ્રક-2, કમાન્ડ વ્હિકલ-2, પિકઅપ વાન-2, કમાન્ડ વ્હિકલ-2, ફાયબર બોટ-2

આગ સિવાયની ઈમર્જન્સીના બનાવમાં પણ તૈનાત
ઈમર્જન્સીના બનાવો જેવા કે નદી અને ડેમમાં રેસ્ક્યૂ, મકાન ધસી જવાની ઘટનામાં રેસ્ક્યૂ, કોઇ ફસાયું હોય કે પછી નદી નાળામાં પશુ પ્રાણીઓ ફસાયા હોય ત્યાં પણ કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...