તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મક્કમ મનોબળ:રાજકોટમાં કોવિડને હસતા મુખે મહાત આપતા વૃદ્ધાઓ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

માતાજી બેઠા છે, મને કાઈ નહિ થાય : પુષ્પાબેન બુદ્ધદેવ
રાજકોટ ખાતે રહેતા 86 વર્ષના વૃદ્ધા પુષ્પાબેન બુદ્ધદેવે કોવિડને ખૂબજ સરળતાથી મહાત આપી હસતા મુખે ઘરે પરત ફર્યા છે. તેમના પરિવારના સભ્ય સાથે વાતચીત કરતા એ વાત સામે આવી કે, પુષ્પાબેનની મેડિકલ હિસ્ટ્રી કોઈ જ નથી, પરંતુ તેમના ગોઠણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને પરિવારમાં શોક અને ડર વ્યાપી ઉઠ્યો હતો. સાથો-સાથ તેઓએ શરદી, નબળાઈ અને ઓક્સિજનનું લેવલ 83 સુધી પહોંચી ગયું હતું. જ્યારે તેમનું સીટી સ્કેન કરાવામાં આવ્યું તેમાં તેમના 40 ટકા ફેફસાં નબળા પડી ગયા હતા.

વધુ તબિયત ન બગડે તે માટે તેઓને કેન્સર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને 5 દિવસની ટૂંકી સારવાર બાદ રજા આપવામાં આવી હતી. તેમના પરિવારે જણાવ્યું હતું કે, જ્યારે તેમને રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવ્યું તે સમયથી જ તેમની સ્થિતિ સુધરી હતી. જ્યારે તેઓ દાખલ થયા તે સમયે તેઓ કહેતા માતાજી બેઠા છે, મને કાઈ નહિ થાય.

કોઈ ટેન્શન ન લેતા, હું સાજી થઇ જઈશ:કૈલાસબેન પૂજારા
રાજકોટ ખાતે રહેતા 80 વર્ષના કૈલાસબેન પૂજારાએ 7 દિવસની ટૂંકી સારવાર બાદ તેઓ ડિસ્ચાર્જ થયા હતા. તેમના પરિવાર સાથે વાતચીત દરમિયાન તેઓને બીપીની તકલીફ હતી, પરંતુ જ્યારે કોવિડ સંક્રમણ લાગ્યાની ખબર પડી તે સમયે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સામે આવી હતી. અને ડર પણ વ્યાપી ઉઠ્યો હતો. જ્યારે તેઓને સિવિલમાં દાખલ કર્યા તે સમયે ખરા અર્થમાં થયું હતું કે હવે શું થશે? પરંતુ સ્થિતિ સુધરતા તેઓને કેન્સર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લીધા બાદ તે ડિસ્ચાર્જ થયા હતા, અને તેઓએ દાખલ થતા પહેલા કીધું હતું કે, કોઈ ટેન્શન ન લેતા, હું સાજી થઇને પાછી આવીશ.

અન્ય સમાચારો પણ છે...