વિરોધ:રાજકોટમાં NSUIએ 50 ટકા સ્કૂલ ફી ઘટાડવાની માંગ સાથે થાળી વગાડી જિલ્લા કલેક્ટર કચેરીમાં વિરોધ કર્યો, અટકાયત

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • NSUIએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો

રાજકોટ NSUIએ 50 ટકા સ્કૂલ ફી ઘટાડવાની માંગ સાથે વિરોધ કર્યો હતો. NSUIના કાર્યકરોએ થાળી વગાડી જિલ્લા કલેક્ટર કચેરીમાં વિરોધ કર્યો હતો. આ સાથે જ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જેથી NSUIમાં રોષે જોવા મળ્યો હતો.

'હાય રે ભાજપ હાય હાય' અને 'નો સ્કૂલ નો ફી'ના નારા લગાવ્યા
NSUIની માંગ છે કે સરકાર 25 ટકાના બદલે 50 ટકા ફી માફ કરે. જેના વિરોધમાં NSUI આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું હતું અને વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરોએ ટહાય રે ભાજપ હાય હાય' અને 'નો સ્કૂલ નો ફી'ના નારા લગાવ્યા હતા અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. જેથી પોલીસે NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

રાજ્યની તમામ ખાનગી શાળાઓને ફીમાં 25%નો ઘટાડો કરવાનો આદેશ
ગુજરાત સરકારે CBSE, IB, ICSE, CSE સહિતની રાજ્યની તમામ ખાનગી શાળાઓને ફીમાં 25%નો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે વાર્ષિક ફીમાં 25 ટકાનો ઘટાડો કરવા શાળા-સંચાલકો સંમત થયા છે. ત્યારે આજે રાજકોટમાં NSUIએ 25 ટકાના બદલે 50 ટકા ફી માફ કરવાની માંગ કરી છે.