રાજકોટ જિલ્લામાં ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા ફીની પઠાણી ઉઘરાણી કરતા હોવાના બે દિવસમાં બે કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. આ અંગે NSUI અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે DEOને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, ફી માટે દાદાગીરી કરતી સ્કૂલો સામે પગલાં ભરો.
ઓડીયો કલીપ વાઈરલ થઈ છે
આ અંગે જીલ્લા NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, ધો.1 થી 9 અને ધો.11ની ફાઈનલ પરીક્ષાઓ ચાલી રહી છે પંરતુ રાજકોટમાં છેલ્લા ત્રણ ચાર દીવસથી કેટલીક ખાનગી સ્કુલોમાં વિધાર્થીઓની ફી બાકી હોવાના કારણે વિધાર્થીઓની પરીક્ષાઓ અટકાવી દેવાના ઘણાખરા કિસ્સાઓ સામે આવ્યા છે. દુખદ વાત તો એ છે કે સાતડા ગામની વિદ્યાર્થીની પરીક્ષા અટકાવી દેવાના કિસ્સામાં સુસાઈડ કરવા સુધી વિચારતી હોય તેવી આઘાતજનક ઓડીયો કલીપ વાઈરલ થઈ છે.
કુવામાં આપઘાત કરવાની ચીમકી મળી
વધુમાં તેમણે જણાવ્યા હતું કે, તેમજ એક વાલી પણ ફી ના ભરી શકતા કુવામાં આપઘાત કરવાની ચીમકીના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.ગઈકાલે પણ રાજકોટ તાલુકાની મહીકા ગામની નીલરાજ સ્કુલમાં દસથી વધુ વિધાર્થીઓ ફી ના વાંકે પરીક્ષાઓ અટકાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જો કે જે વિધાર્થીઓને જે સ્કુલો એ પરીક્ષાઓથી વંચિત રખાયા તે વિધાર્થીઓની વર્ષના બગડે તે માટે અલગથી પરીક્ષાઓ લેવી જોઈએ.
તમે શિક્ષણ માફીયાઓ ડામવા સક્ષમ નથી
વધુમાં તેમણે જણાવ્યા હતું કે, દિવસે ને દિવસે ખાનગી સ્કુલ સંચાલકોની દાદાગીરી વધતી હોય તેવુ સ્પષ્ટપણે દેખાય રહ્યુ છે.ત્યારે સરકારના શિક્ષણ વિભાગના પ્રતિનિધિ તરીકે જે કડક કાર્યવાહી કરવી જોઈએ તે કરતા નથી અથવા તો આપ આવા શિક્ષણ માફીયાઓ ડામવા સક્ષમ નથી. તે પુરવાર થાય છે. માત્ર નીચલા અધિકારીઓને તપાસ સોંપી રીપોર્ટ કાગળ પર રહી જાય તેના કરતા તત્કાલીન આવી સ્કુલો પર દંડનાત્માક અથવા સ્કુલની માન્યતા રદ સુધી કડક પગલા ભરવામા આવશે તો જ ભવિષ્યમાં આવા બનાવો થતા અટકશે.
FRCમાં 5-15% સુધીનો ફી વધારો
વધુમાં તેમણે જણાવ્યા હતું કે, સૌરાષ્ટ્રની 4500થી વધુ સ્કુલોમાં અને રાજકોટની 1500થી વધુ સ્કુલોએ FRCમાં 5-15% સુધીનો ફી વધારો માંગ્યો છે તે બાબતે કોંગ્રેસ પક્ષનુ સ્ટેન્ડ વાલીઓની વ્હારે છે અને ફી વધારો ના આપવો જોઈએ. ઘણા ખરા વિધાર્થીઓના વાલીઓની અમને ફરીયાદો મળી છે કે ફી બાકી હોવાના કારણે અમુક સ્કુલોએ વિધાર્થીઓના બે-બે વર્ષથી લીવીંગ સર્ટિફિકેટ અને પરીણામો અટકાવ્યા છે તેવી સ્કુલોના સંચાલકોને સુચનાઓ આપવી જોઈએ કે ફી બાબતે વૈકલ્પિક વ્યવસ્થા કરે જેથી કોઈ વિધાર્થીઓને અભ્યાસ છોડવો ના પડે. ઉપરોક્ત તમામ મુદ્દાઓ ધ્યાનમાં આવી સ્કુલો પર તત્કાલ કડકાઈપુર્વક કાર્યવાહી કરવામા આવે તેમજ ખાનગી સ્કુલ સંચાલકોને ફી વાંકે પરીક્ષાઓ અટકાવાશે નહી તેવો પરીપત્ર જાહેર કરવા અમારી માંગ છે અન્યથા સ્કુલો પર હલ્લાબોલ થશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.