તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, NSUI And Cong Activists Staged A Sit in In Support Of MLA Ambareesh Der On The Railway Tracks, And Were Detained By The Police.

વિરોધ:રાજકોટમાં MLA અંબરીશ ડેરના સમર્થનમાં NSUI અને કોંગી કાર્યકરોએ રેલવે ટ્રેક પર બેસી ધરણા કર્યા, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

રાજકોટ3 મહિનો પહેલા
રાજુલાની જનતાને અન્યાય કરી રહ્યા હોવાનો આક્ષેપ   
  • રાજુલાની રેલવે જમીન વિવાદ મુદે MLAને સમર્થન આપવા વિરોધ કર્યો

રાજકોટમાં આજે NSUI અને કોંગી કાર્યકરો દ્વારા રેલવે ટ્રેક પર બેસી MLA અંબરીશ ડેરના સમર્થનમાં ધરણા કર્યા હતા. આ ધરણામાં કાર્યકરો દ્વારા ભાજપ સરકાર હાય હાયના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ અઘટિત બનાવ બને એ પહેલા જ પોલીસ દ્વારા NSUI અને કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.

રાજુલાની જનતાને અન્યાય કરી રહ્યા હોવાનો આક્ષેપ
રાજુલામાં શહેરની વચ્ચોવચ આવેલી રેલવેની જમીન છેલ્લા 25 વર્ષોથી પડતર પડેલી બિનઉપયોગી જમીનનાં કારણે માર્કેટિંગ યાર્ડ સામે ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માત સર્જાય છે. આ મુદ્દે કોંગી MLA અંબરીશ ડેરની માગણી કરી હતી કે, રાજુલામાં રેલવેની બિનઉપયોગી જમીન નગરપાલિકાને ચિલ્ડ્રન પાર્ક, સર્કલ,રસ્તાઓ, સિનિયર સિટીઝન પાર્ક, સાઇકલ ટ્રેક,વોક વે, સહિતના વિકાસ કામો માટે જમીન સોંપવામાં આવે.

જમીનનો કબજો સોંપવામાં ના આવતા વિરોધ
પરંતુ રાજુલા રેલવે વિભાગ દ્વારા નગરપાલિકા ને વિકાસ કાર્યો માટે જમીનનો કબજો સોંપવામાં ના આવતા અને રસ્તામાં બેરીકેટ ઉભા કરવામાં આવતા MLA અંબરીશ ડેર દ્વારા છેલ્લા 12થી વધુ દિવસોથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આ બનાવ મુદ્દે આજે રાજકોટમાં કોંગી કાર્યકરો દ્વારા ભાજપના સાંસદ અને સ્થાનિક નેતાઓના ઈશારે રાજુલાની જનતાને અન્યાય કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

રેલવે વિભાગ હાય હાયના નારા લાગ્યા
પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી આ બાબતે સમ્રગ ગુજરાતમા રેલવે રોકો આંદોલનો કાર્યક્રમ હોવાથી આજે NSUI ,યુવક કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો ધારાસભ્યના સમર્થનમા અમીનમાર્ગ પાસે આવેલા રેલવે ટ્રેક પર ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો હતો.જો કે પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરતા ભાજપ સરકાર અને રેલવે વિભાગ હાય હાયના નારા લાગ્યા હતા.