તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસી ખૂટી:રાજકોટમાં હવે રોજ 15 હજારને બદલે 9500નું જ રસીકરણ

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે 24 હજાર ડોઝ નહીં આવે તો રસી આપવાનું થશે બંધ
 • 18+ માટે 4900, જ્યારે 45+ માટે 4600 રસીના ડોઝ નક્કી કરાયા, આરોગ્ય કેન્દ્ર પર એક દિવસમાં 200ને જ રસી અપાશે

રાજકોટમાં રસીકરણ વેગવંતું બનાવવાને બદલે તેને ધીમું કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે કારણ કે, ઉચ્ચ કક્ષાએથી રસીની ઘણી અછત વર્તાઈ રહી છે. રાજકોટમાં 18થી 44ના વયજૂથમાં દરરોજ 4900ને રસી આપવાનું નક્કી કરાયું છે જેમાં 49 સેન્ટર પર 100ને જ રસી અપાશે આવી મર્યાદા 45 કરતા વધુ ઉંમરના લોકો માટે ન હતી પણ હવે ત્યાં પણ 23 લોકેશન પર સેન્ટર દીઠ 200ની મર્યાદા નક્કી કરાઈ છે. આ કારણે રાજકોટમાં જે દરરોજ 12થી 15 હજારનું વેક્સિનેશન થતું તે ઘટીને 9500 થઈ જશે. તે પણ મોડી રાત સુધીમાં રસી આવે તો નહીંતર 45 પ્લસનું વેક્સિનેશન જ બંધ કરવું પડશે.

રાજકોટમાં અત્યાર સુધી વેક્સિનેશનની ગતિ વધારવામાં આવી હતી પણ હવે તેમાં ઘટાડો આવ્યો છે કારણ કે, ખરા સમયે જ રસીની અછત વર્તાઈ રહી છે. રાજકોટમાં 45 પ્લસ લોકો માટે રસીના એક દિવસ ચાલે તેટલા પણ ડોઝ નથી તેથી 24000 ડોઝ હવાઈ માર્ગે મોડી રાત્રે રાજકોટ મોકલવામાં આવે તેવી ખાતરી અપાઈ છે. જો આ ડોઝ ન આવે તો 45 કરતા વધુ ઉંમર ધરાવતા લોકોને રસીથી અળગા રાખવાની નોબત આવી જશે.

આ સિવાય રાજકોટમાં 3 મે માટે રજિસ્ટ્રેશન કરાયા ત્યારે તેમાં સ્લોટ 200 લોકો માટે ખોલી નખાયા હતા અને આ કારણે 9500 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા અને 9127એ રસી મુકાવી છે જ્યારે 5 હજાર કરતા વધુ 45 પ્લસ લોકોમાં રસી મૂકાઈ છે. આ સાથે 14144 લોકોએ રસી લીધી છે, પણ હવે આ આંક 10,000 કરતા પણ ઓછો આવશે કારણ કે, 18થી 44ની જેમ 45 કરતા વધુ ઉંમર માટે પણ રસીના ડોઝ ફિક્સ કરાયા છે અને 23 કેન્દ્ર પર પ્રતિદિન 200 એટલે કે 4600ને જ રસી અપાશે અને યુવા વર્ગને જોડતા સરવાળો ફરી 15000 થાય તેવી શક્યતા નથી.

11 તાલુકામાં મંગળવારે 1089 લોકોને રસી અપાઈ
કોવિડને અટકાવવા માટે સરકાર અને સ્થાનિક તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે, ત્યારે રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં મંગળવારના રોજ કુલ 1089 લોકોને રસી મૂકવામાં આવી છે. જેમાં સર્વાધિક ગોંડલમાં 143 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 202 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. સાથો-સાથ સૌથી ઓછું રસીકરણ ધોરાજી તાલુકામાં થયું છે જેમાં પ્રથમ ડોઝ લેનાર 3 લોકો અને 8 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

ત્યારે 11 તાલુકા માટે કુલ રસીકરણનો આંકડા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો, 60 વર્ષથી ઉપરના લોકો કે જેને રસી આપવામાં આવી હોય તેવા 416 લોકો, જ્યારે 45 થી 60 વર્ષ સુધીના 673 લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હતા. આ તકે વધુને વધુ રસીકરણ કરવામાં આવે તેવી કામગીરી પણ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો