• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Near Shapar Veraval Pardi, A Youth Jumped Under A Train And Shortened His Life, His Torso And Head Became Separated.

આપઘાત:રાજકોટમાં શાપર - વેરાવળના પારડી પાસે યુવાને ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, ધડ-માથુ અલગ થઇ ગયા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રીબડા રેલવે સ્ટેશન માસ્તરે પોલીસને જાણ કરી

રાજકોટમાં આત્મહત્યાની ઘટના સામાન્ય બની ગઈ છે અને રોજબરોજ એક થી બે આત્મહત્યાની ઘટના સામે આવી રહી છે અને તેમાં પણ યુવાવસ્થામાં આત્મહત્યાની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે ફરી રાજકોટ નજીક શાપર - વેરાવળના પારડી ફાટક નજીક એક અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. જે અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

25 વર્ષના અજાણ્યા યુવાને આપઘાત કર્યો
પ્રાપ્ત વિગત મુજબ શાપર - વેરાવળના પારડી પાસે આવેલા ફાટક નં.19/સી પાસે આશરે 25 વર્ષના અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. રીબડા રેલવે સ્ટેશન માસ્તરે જાણ કરતા શાપર-વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ. નવશાદભાઇ તથા રાઇટર રવિરાજસિંહ સહિત સ્થળ પર દોડી ગયા હતા. મૃતક યુવાનનું ધડ-માથુ અલગ થઇ ગયા અને બંને પગ પણ કપાઇ ગયા હતા. તેણે બ્લ્યુ કલરનું ટ્રેક પેન્ટ અને કાળા કલરનું ટી-શર્ટ પહેરેલ છે. પોલીસે આ અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

2 મહિનો પહેલા યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગી ટૂંકાવી હતી
2 મહિનો પહેલા પણ રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી પી.ડી. માલવીયા કોલેજ સામે રેલવે ટ્રેક પર બપોરના સમયે ટ્રેન નીચે ઝંપલાવી વિશાલ કાકલુદે નામના યુવાને આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. જેમાં બનાવની જાણ થતા રેલવે પોલીસ તેમજ માલવીયાનગર પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતક યુવાનની ઓળખ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.