તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:રાજકોટમાં મનપા દ્વારા કેલ્શિયમ કાર્બાઈડથી ફળ પકવતા 6 વેપારીને ફૂડ લાયસન્સ લેવા નોટીસ ફટકારવામાં આવી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેલ્શિયમ કાર્બાઈડથી પેટ,જઠર અને આંતરડામાં ચાંદા પડવાની સાથે ફૂડ પોઈઝનિંગ પણ થાય છે.

ઉનાળાની ઋતુમાં કેરીનું વેચાણ વધી જતું હોય છે. વધુ નફો લેવા માટે કેરી બગીચામાંથી વહેલી તોડી બજારમાં કૃત્રિમ રીતે પકાવવામાં આવે છે. કેલ્શિયમ કાર્બાઇડ એક પ્રકારનું ધીમું ઝેર છે આમ છતાં તેનો બેફામ ઉપયોગ કરી કેરી પકવવામાં આવી રહી છે.રાજકોટમાં આજે મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા કેરીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ ચાલુ રાખવામાં આવ્યું છે. આજરોજ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા કુલ 40 વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 6 વેપારીઓને ચેકીંગ દરમ્યાન ફુડના પરવાના બાબતે નોટિસ આપેલ છે.

દુકાનોના નામ
આજે રાજકોટની SHS ફ્રુટ, જામનગર રોડ HS ફ્રુટ, જામનગર રોડ ગોલ્ડ કેળા કોલ્ડ, જામનગર રોડ, એ વન ફ્રુટ, ગોડલ રોડ, ગોલ્ડ કેળા કોલ્ડ, સાગર ડેરી પાસે રૈયાધાર રોડ અને રામનાથ ફ્રુટ, આનંદ બંગલા ચોકને નોટીસ ફટકારવામાં આવી હતી

કેલ્શિયમ કાર્બાઈડવાળી કેરીથી થતું નુકસાન

  • કેલ્શિયમ કાર્બાઈડ એક ધીમું ઝેર છે. પેટમાં, જઠરમાં, આંતરડામાં ચાંદા પડે છે. ફૂડ પોઈઝનિંગ થાય છે.
  • કેલ્શિયમ કાર્બાઈડયુક્ત કેરી છાલ સાથે ખાવાથી મોઢામાં, જીભમાં કે હોઠ પર ફોલ્લા પડે છે. અને ચાંદા પડી જવાની શક્યતા રહે છે.
  • કેલ્શિયમ કાર્બાઈડની સાથે આર્સેનિક અને ફોસ્ફરસ હાઈડ્રાઈડ હોવાથી ઊલટી, ઝાડા સાથે લોહી પણ આવે છે. છાતીમાં બળતરા થવી, તરસ લાગવી, નબળાઈ આવવી, ખોરાક ગળે ઉતારવામાં તકલીફ થવી. આંખમાં, ચામડીમાં બળતરા થાય છે.
  • ચેતાતંત્ર પર નુકસાન કરે છે. જેમાં માથાનો દુખાવો, હૃદય રોગ પણ થાય છે.કેલ્શિયમ કાર્બાઈડવાળી કેરીથી થતું નુકસાન

કેલ્શિયમ કાર્બાઈડ એક ધીમું ઝેર છે.

  • પેટમાં, જઠરમાં, આંતરડામાં ચાંદા પડે છે. ફૂડ પોઈઝનિંગ થાય છે.
  • કેલ્શિયમ કાર્બાઈડયુક્ત કેરી છાલ સાથે ખાવાથી મોઢામાં, જીભમાં કે હોઠ પર ફોલ્લા પડે છે. અને ચાંદા પડી જવાની શક્યતા રહે છે.
  • કેલ્શિયમ કાર્બાઈડની સાથે આર્સેનિક અને ફોસ્ફરસ હાઈડ્રાઈડ હોવાથી ઊલટી, ઝાડા સાથે લોહી પણ આવે છે. છાતીમાં બળતરા થવી, તરસ લાગવી, નબળાઈ આવવી, ખોરાક ગળે ઉતારવામાં તકલીફ થવી. આંખમાં, ચામડીમાં બળતરા થાય છે.
  • ચેતાતંત્ર પર નુકસાન કરે છે. જેમાં માથાનો દુખાવો, હૃદય રોગ પણ થાય છે
અન્ય સમાચારો પણ છે...