ભારતની કુરિયર ઈન્ડસ્ટ્રીમાં અગ્રીમ સ્થાન ધરાવતી મારૂતિ કુરિયર સર્વિસીઝ કંપનીના ફાઉન્ડર અને હાલ ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ પહેલી જૂનના રોજ તેમના જન્મદિવસને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. તેમણે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ ને અનુસરીને મારૂતિ દ્વારા કોવિડ-19ના લીધે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 54 બાળકોને વ્યક્તિગતપણે રૂ.11હજાર લેખે કુલ રૂ. 5,94,000ની સહાય પૂરી પાડી છે અને જરૂરિયાતમંદોને મદદ કરવા સમાજને એક નવી રાહ ચીંધી છે.
PM મોદીએ પ્રેરણા આપી
આ પહેલ અંગે મારૂતિ કુરિયરના મેનેજિંગ ડિરેક્ટર અજય મોકરિયાએ જણાવ્યું હતું કે,વ્યાપારિક પ્રવૃત્તિની સાથોસાથ સામાજિક જવાબદારી નિભાવવામાં અમારી હંમેશા અગ્રેસર રહી છે. જયારે PM મોદીએ કોવીડ-19ને લીધે અનાથ થયેલ દરેક બાળકના ખાતામાં 10 લાખ જેવી માતબર રકમ તથા અન્ય સહાય આપતા હોય ત્યારે અમોને પણ આ સેવાકાર્યમાં સહભાગી થવાનો વિચાર આવ્યો હતો.
કંપની વતી બાળકોને સહાય કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પપ્પાના જન્મદિવસે અમે અનાથ બાળકોને સહાય પૂરી પાડવાનો નિર્ણય લીધો હતો. જેથી અમારી કંપની વતી રૂ. 5,94,000નું યોગદાન કોવિડ-19ના લીધે અનાથ થયેલા બાળકોને અર્પણ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.