તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, MP Mohan Kundaria Visited The AIIMS Site And Said That If The Third Wave Comes, A 50 bed Hospital Will Be Set Up Immediately.

નિવેદન:રાજકોટમાં સાંસદ મોહન કુંડારીયાએ એઇમ્સની સાઈટ વિઝીટ કરી, કહ્યું- ત્રીજી લહેર આવશે તો તુરંત 50 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.

રાજકોટ3 મહિનો પહેલા
વાહનોને 6 લેન અને 4 લેન રોડનો લાભ મળશે
  • 201 એકર જમીનમાં રૂ.1200 કરોડના ખર્ચે 750 બેડના 15 સુપર સ્પેશિયાલિટી વિભાગ કાર્યરત થશે

રાજકોટ ખાતે સમગ્ર ગુજરાતની પ્રથમ એઇમ્સના નિર્માણની પ્રક્રિયા હાલ જોરશોરથી ચાલી રહી છે. હાલ પરાપીપળીયા ગામ પાસે 201 એકરમાં 750 બેડની મલ્ટી તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એકેડેમિકની સુવિધા સાથે નિર્માણ પામી રહેલી એઇમ્સ ખાતે આજે સાંસદ મોહન કુંડારીયાએ સાઈટ વિઝીટ કરતા જણાવ્યું હતું કે,ત્રીજી લહેર આવશે તો તુરંત 50 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.

જરૂરિયાતમંદ દર્દીઓને ઉચ્ચ કોટિની સારવારનો લાભ મળશે
સાંસદ મોહન કુંડારીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે એઇમ્સ નિર્માણમાં શરૂઆતથી જ જિલ્લા વહીવટી તંત્ર અને રૂડા દ્વારા જરૂરી તમામ સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એઇમ્સ સાથે રોડ કનેક્ટિવિટી, જમીન અધિગ્રહણ, પબ્લિક એમેનીટીઝ વગેરે માટે જરૂરી કાર્ય પૂર્ણ કરાયા છે. એઇમ્સના પ્રારંભ સાથે સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓને ઉચ્ચ કોટિની સારવારનો લાભ મળશે.

ભવિષ્યમાં મોરબી તરફથી ડાયરેક્ટ એઇમ્સ સાથે રોડ કનેક્ટિવિટી હાથ ધરાશે
ભવિષ્યમાં મોરબી તરફથી ડાયરેક્ટ એઇમ્સ સાથે રોડ કનેક્ટિવિટી હાથ ધરાશે

30થી 50 જેટલા બેડની હોસ્પિટલનો પ્રારંભ થશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડિસેમ્બર-2021માં ઓ.પી.ડી. અને જૂન -2022 આસપાસ ઈન્ડોર પેશન્ટની સારવાર કરી શકાય તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચર પૂર્ણ થશે. હાલ નાઈટ શેલ્ટર પૂર્ણતાને આરે છે જેમાં ઓ.પી.ડી. શરુ કરાશે. જ્યાં ઈ.એન.ટી., મેડિસિન, ગાયનેક, સર્જરી સહિતના વિભાગની 30થી 50 જેટલા બેડની હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ એકેડમિક, હોસ્ટેલ્સ, હાઉસિંગ બ્લોકના નિર્માણ હાથ ધરાશે. જે માટે જરૂરી ડોક્ટર્સ, મેડિકલ ટીમ, અને અન્ય સ્ટાફની ભરતી તેમજ ઇકવીપમેન્ટ ખરીદી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

200 એકર જમીનમાં એઈમ્સ હોસ્પિટલ બનશે.
200 એકર જમીનમાં એઈમ્સ હોસ્પિટલ બનશે.

ખંઢેરી રેલવે સ્ટેશને પબ્લિક સુવિધામાં ઉમેરો થશે
ઉલ્લેખનીય છે કે એઇમ્સ માટે જરૂરી જમીન અધિગ્રહણ પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. રૂડા, કોર્પોરેશન તેમજ આર. એન્ડ. બી. ના સહયોગથી એઇમ્સના બંને ગેઈટ તરફ 90 મીટરનો ‘‘સી’’ રોડ, એઇમ્સને કનેક્ટિવિટી માટે માધાપરથી મોરબી રોડથી એઇમ્સ તરફ તરફ 10 મીટરના રોડના નિર્માણની પ્રક્રિયા હાલ ચાલુ છે. એઇમ્સને ઘંટેશ્વર તરફ જોડતા જામનગર રોડ તરફ 90 મીટરના અડધા રોડની કામગીરી ચાલુ છે તેમજ એઇમ્સના પાછળના ભાગે પરાપીપળીયા સાથે જોડતા 10 મીટરના રોડની કામગીરી પણ હાલ કાર્યરત છે. ભવિષ્યમાં મોરબી તરફથી ડાયરેક્ટ એઇમ્સ સાથે રોડ કનેક્ટિવિટી હાથ ધરાશે તેમજ ખંઢેરી રેલવે સ્ટેશને પબ્લિક સુવિધામાં ઉમેરો કરવાની કામગીરી ચાલી રહી છે.

બાંધકામની કામગીરી પૂરજોશમાં
બાંધકામની કામગીરી પૂરજોશમાં

ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ સાથે ઝીરો લિકવીડ વેસ્ટ બનશે
હાલ 201 એકર જમીનમાં રૂ.1200 કરોડના ખર્ચે 750 બેડના 15 સુપર સ્પેશિયાલિટી વિભાગ ધરાવતી એઇમ્સના નિર્માણની સાથે સાથે ઓ.પી. ડી. બિલ્ડીંગનું સ્ટ્રકચર અને બાઉન્ડ્રી વોલ, એકેડેમિક, હોસ્ટેલ્સ, ડાઇનિંગ રૂમ્સ, ગેસ્ટ હાઉસ, નર્સિંગ, પી.જી. હોસ્ટેલ, હાઉસિંગ, એઇમ્સને જોડતા વિવિધ રસ્તાઓનું કામ અને એઇમ્સ ખાતે 66 કે.વી.નું સબ સ્ટેશન, બસ સ્ટેશન, ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન, પાણી પુરવઠા દ્વારા પાઈપલાઈન સહિતની કામગીરી હાથ ધરાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ સાથે ઝીરો લિકવીડ વેસ્ટ, વોટર હાર્વેસ્ટિંગ તેમજ બાયોમેડિકલ વેસ્ટ અલાયદા બ્લોક સાથે એઇમ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...