તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:રાજકોટમાં 98 ટકાથી વધુ કોરોના વોરિયર્સે રસી લીધી

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ સહિત 28000ને વેક્સિનેશન કરવાનું હતું અને તેમાંથી 98 ટકા સુધીનું વેક્સિનેશન કરીને તંત્રએ મોટો આંક હાંસલ કર્યો છે. આ કારણે હવે વેક્સિનના બીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ માટે દરરોજ 3થી 6 વેક્સિનેશન સેન્ટર ખોલવામાં આવે છે. બીજા ડોઝમાં પ્રથમ ડોઝના ઓછામાં ઓછા 4 સપ્તાહ બાદ અને વધુમાં વધુ 12 સપ્તાહ પહેલા મુકાવાનું હોય છે.

આ કારણે 28 દિવસ કે તેથી વધુ દિવસ થયા હોય તો પણ રસી મુકાવી શકાતી હોવાથી કોણ ક્યારે ડોઝ મુકાવશે તે નક્કી રહેતું નથી આમ છતાં દરરોજ 400થી 500 બીજા ડોઝમાં જ્યારે ગુરુવારથી ફરી પ્રથમ ડોઝનું વેક્સિન અપાતા 43 લાભાર્થી નોંધાયા હતા. રાજકોટમાં કોરોનાના કેસ અચાનક 40ની આસપાસથી ઘટીને 26 થયા છે એટલે કે અડધાની આસપાસ ઘટાડો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો