• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, More Than 100 Senior Citizens Were Vaccinated With Posters By Chitranagari, Posters Were Prepared To Spread Awareness About Vaccination.

વેકસીનનું પોઝિટિવ ચિત્ર:રાજકોટમાં ચિત્રનગરી દ્વારા 100થી વધુ સિનિયર સિટીઝનોએ હાથમાં પોસ્ટર લઇ વેક્સિન લીધી, વેક્સિનેશન અંગેની જાગૃતિ ફેલાવવા પોસ્ટર તૈયાર કરવામાં આવ્યા

8 મહિનો પહેલા
  • દરેક વડીલોએ વેક્સિન લેવી જ જોઈએ- ચિત્રનગરીના સભ્ય
  • તંત્રએ પણ કમર કસી લીધી હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી-એઈમ્સ ખાતે કોરોના વેક્સિન લીધા બાદ દેશવાસીઓને પણ ઝડપથી વેક્સિન લેવા માટે અપીલ કરતાં તેની અસર રાજકોટમાં પણ જોવા મળી રહી છે. પરિણામે અત્યાર સુધી મંદ પડેલી વેક્સિનેશનની કામગીરી ચેતનવંતી બની જવા પામી છે. ત્યારે વેક્સિનેશન માટે સિનિયર સિટીઝન ડરે નહીં અને વેક્સિન અંગેની જાગૃતિ ફેલાય તે માટે વેક્સિનથી ડરો નહીં, સરકારને સપોર્ટ કરીએ,વેક્સિન મુકાવીએ વગેરે જેવા સ્લોગન રજૂ કરતા પોસ્ટર હાથમાં રાખીને રાજકોટના શાસ્ત્રી મેદાનની સામે આવેલા મધ્યાહન ભોજન કેન્દ્ર ખાતે 100થી વધુ સિનિયર સિટીઝનોએ વેક્સિન લીધી હતી.

સિનિયર સિટીઝનોએ વેક્સિન લીધી.
સિનિયર સિટીઝનોએ વેક્સિન લીધી.

દરેક વડીલોએ વેક્સિન લેવી જ જોઈએ- ચિત્રનગરીના સભ્ય
આ અંગે રાજકોટ ચિત્રનગરીના સભ્ય ચંદુભાઈ અઘેરાએ જણાવ્યું હતું કે,વેક્સિનની કોઈ આડ અસર નથી, માટે દરેક વડીલોએ વેક્સિન લેવી જ જોઈએ, આજે વધુમાં વધુ લોકો વેક્સિન લેવા માટે આવે એ માટે અમારી રાજકોટ ચિત્રનગરીની ટીમના 100થી વધુ સિનિયર સિટીઝન દ્વારા વેક્સિન મૂકવામાં આવશે. લોકોમાં વેક્સિન અંગેનો ડર દૂર થાય એ માટે અમે આજે આ પોસ્ટર પ્રચાર કર્યો છે. આ સાથે વેક્સિનથી ડરો નહીં, અચૂક વેક્સિન મુકાવો, સરકારને સપોર્ટ કરીએ વેક્સિન જરૂર મુકાવીએ સહિતના સ્લોગન લખેલા બેનર સાથે ચિત્રંનગરીના વડીલોએ ઉત્સાહપૂર્વક વેક્સિન મુકાવી હતી.

પોસ્ટર સાથે વેક્સિનેશન
પોસ્ટર સાથે વેક્સિનેશન

તંત્રએ પણ કમર કસી લીધી હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે
આ દરમિયાન આજથી રાજકોટમાં વીવીઆઈપી, વીઆઈપી અને સિનિયર સિટીઝન્સને 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન મુકવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. એકંદરે વેક્સિનેશનમાં ગતિ લાવવા માટે તંત્રએ પણ કમર કસી લીધી હોવાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.આ પહેલાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે રસીકરણ સંદર્ભે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે તમામ વોર્ડના વોર્ડ પ્રભારીઓ અને અધિકારીઓ સાથે એક બેઠક કરી હતી જેમાં વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડમાં રસીકરણની વ્યવસ્થા અને વિવિધ જવાબદારીઓ સોંપાઈ હતી તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણ બાબતે સુચારું વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...