પરિવારનો માળો વીંખનાર ઝડપાયો:રાજકોટમાં વ્યાજખોરોની ધમકીથી ઝેરી દવા પીતા માતા-પુત્રનું મોત, વેપારીની હાલત ગંભીર, એક આરોપીની ધરપકડ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ બ્રાન્ચે આરોપી સંજયરાજસિંહ ઝાલાની ધરપકડ કરી. - Divya Bhaskar
ક્રાઇમ બ્રાન્ચે આરોપી સંજયરાજસિંહ ઝાલાની ધરપકડ કરી.

રાજકોટમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી સોની પરિવારે ઝેરી દવા પી લીધી હતી. જેમાં માતા અને પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે વેપારીની હાલત ગંભીર છે. આ અંગે વ્યાજખોરો સામે ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ ઝાલા (ઉ.વ.28)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંજયરાજસિંહ અગાઉ પણ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિત 4 જેટલા ગુનામાં રાજકોટ પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

હજી બે વ્યાજખોર પોલીસ પકડથી દૂર
ઉલ્લેખનીય છે કે સોની પરિવારના કીર્તિભાઇ ધોળકિયાએ વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી વ્યાજખોરો વારંવાર આપતા હોવાથી ગત 18 નવેમ્બરના રોજ સમગ્ર પરિવારે એક સાથે ઝેરી દવા પી લીધી હતી. જેમાં સારવાર દરમિયાન કિર્તીભાઇના પુત્ર ધવલ અને પત્ની માધુરીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે કિર્તીભાઇ પોતે પણ ગંભીર રીતે સારવાર હેઠળ હોય સોની પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. જો કે હજુ પણ બે જેટલા વ્યાજખોરો પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા માટે પોલીસ મથામણ કરી રહી છે.

હાલ વેપારીની હાલત ગંભીર
હાલ વેપારીની હાલત ગંભીર

પરિવારે 9 નવેમ્બરની રાત્રે ઝેરી દવા પી લીધી હતી
યુનિવર્સિટી રોડ, મિલાપનગર-2માં રહેતા વેપારીએ પત્ની અને પુત્ર ધવલ સાથે 9 નવેમ્બરની મોડી રાતે ઝેરી દવા પી લીધી હતી. દરમિયાન બપોર સુધી વેપારી દુકાને નહીં આવતા તેમના મોટાભાઇ ઘરે આવી તપાસ કરતા ત્રણેયને ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી તુરંત 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.

પુત્રના મોતના બીજા દિવસે માતાનું મોત
વેપારીની તબિયત નાજુક હોય પોલીસે સારવાર લઇ રહેલા વેપારીના પુત્ર ધવલની પૂછપરછ બાદ સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ધવલ પપ્પુ મુંધવા, યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબ શાહ નામના વ્યાજખોર સામે મનીલેન્ડ એક્ટ, આઇપીસી 386, 506(2)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદમાં ધવલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ધવલના મોતના બીજા દિવસે જ વેપારીની પત્નીએ દમ તોડી દેતા સોની પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

પુત્ર ધવલ સારવારમાં હતો ત્યારે પોલીસે તેની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો.
પુત્ર ધવલ સારવારમાં હતો ત્યારે પોલીસે તેની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો.

ઝેરોક્સની દુકાન લખાવી લેવા ધમકી આપી હતી
મૃતક ધવલની પત્ની અમરેલી પિયર ગઇ હતી. ધવલ તેના પિતા સાથે ઝેરોક્સની દુકાન ચલાવે છે. પિતાએ પુત્રને વાત કરી હતી કે, આપણે વ્યાજે લીધેલા નાણાંની વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ઝેરોક્સની દુકાન લખાવી લેવા સતત ફોન પર ધમકી આપે છે. આથી હવે મરવા સિવાય કોઇ રસ્તો નથી. જે વાતથી પોતે અને મમ્મી સહમત થતા પિતાએ ઝેરી દવાની બોટલ કાઢી હતી. બાદમાં ઝેરી દવા પાણીમાં ભેળવી પી લીધી હોવાનું સામે આવ્યું હતું.

પુત્રના મોતના બીજા દિવસે માતાએ પણ સારવારમાં દમ તોડ્યો હતો.
પુત્રના મોતના બીજા દિવસે માતાએ પણ સારવારમાં દમ તોડ્યો હતો.

પઠાણી ઉઘરાણીથી કંટાળીને ઝેરી દવા પીધી
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઝાલા પાસેથી રૂ.10 લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.50 હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબ શાહ પાસેથી રૂ.8 લાખ લીધા હતા. જેનું સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરતા કંટાળીને પગલું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...