રાજકોટમાં ખાદ્યપદાર્થોનું વેચાણ બહોળા પ્રમાણમાં થતું હોય મનપાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ તમામ નમૂના ફેલ થતા એજ્યુડીકેશન હેઠળ કેસ દાખલમાં આવ્યો છે જેમાં ટોપરાના લાડુમાં કલર ભેળવનારને એક માસની જેલ અને 2,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
લાડુમાં ટાર્ટ્રાઝીન કલરનું પ્રમાણ વધુ જોવા મળ્યું
રાજકોટ શહેરના ગુરુ નાનક મંદીર પાસે, પરસાણાનગર-1 ખાતે આવેલા 'ઓમ ગૃહ ઉધોગ' માંથી લીધેલ ખાદ્યપદાર્થઃ' ટોપરાના લાડુ (લુઝ)' માં ટાર્ટ્રાઝીન કલરનું પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા નમૂનો 'અનસેફ ફુડ' જાહેર કરવામાં આવતા એજ્યુડીકેશન હેઠળ મ્યુનીસીપલ કોર્ટમાં કલમ 69 હેઠળ લાયસન્સ વગર ધંધો કરવાને કારણે તેમજ અનસેફ ફુડ અંગે જવાબદાર હીરાલાલ દોલતરામ રોચવાણીને 1 માસની જેલ તથા રૂ.2,5000 નો દંડ ફરમાવેલ છે.
રૂ.1,25,000નો દંડ ફટકારવામાં આવ્યો
જ્યારે રાજકોટ શહેરના સંતકબીર રોડ, માર્કેટીંગ યાર્ડ સામે આવેલ ' તાજ સોલ્ટ સપ્લાયર્સ ' માંથી લીધેલ ખાદ્યપદાર્થઃ' PRIME REFINED IODISED SALT (1 KG PKD)' માં આયોડીનનું પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા નમૂનો 'સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવતા એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM સાહેબ દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે ધ્યાને લઇ હીયરીંગ બાદ જવાબદાર અકબરઅલી રાજાણી, તાજ સોલ્ટ સપ્લાયર્સ, દીપક એ. મેદ્યાણી તથા કોટેશ્વર કેમફુડ ઇન્ડ. પ્રા. લી.ને કુલ મળી રૂ.1,25,000નો દંડ ફરમાવેલ છે.
ફૂડ એનાલિસ્ટ દ્વારા નમૂનો 'સબસ્ટાન્ડર્ડ' જાહેર કરાયા
રાજકોટ શહેરના વિદ્યાનગર મેઈન રોડમાં આવેલ ' ગ્રામશીલ્પ ખાદી ભંડાર માંથી લીધેલ ખાદ્યપદાર્થઃ 'લાલ મરચા પાવડર (લુઝ)' માં નમકની હાજરી તથા ટોટલ ડ્રાઇ-એસનુ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા નમૂનો ' સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવતા એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર હરીભાઇ લાખાભાઇ જાદવ(નમૂનો આપનાર FBO તથા પેઢીના આસી. મેનેજર-નોમીનીને અને ગ્રામશીલ્પ ખાદી ભંડારને કુલ મળી રૂ.15,000 નો દંડ ફરમાવેલ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.