મનપાની લાલ આંખ:રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અમુલ અને ગોપાલ બ્રાન્ડના ડુપ્લીકેટ ઘીમાં ભેળસેળ કરનાર ત્રણેય વેપારીને કુલ રૂ.1.80 લાખનો દંડ ફટકાર્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય વિભાગના દરોડાની તસ્વીર - Divya Bhaskar
આરોગ્ય વિભાગના દરોડાની તસ્વીર
  • ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થની શંકાને પરિણામે 16 ખાદ્યચીજોના નમૂનાઓ લીધા

રાજકોટમાં ખાદ્યપદાર્થોનું વેચાણ બહોળા પ્રમાણમાં થતું હોય મનપાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા જાહેર જનતાને ભેળસેળ રહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યાં મનપા દ્વારા લેવાયેલ ગોપાલ અને અમૂલ બ્રાન્ડના ડુપ્લીકેટ ઘી ના શંકાસ્પદ નમૂનાઓમાં તલના તેલની ભેળસેળ ખુલતા આ બંને નમૂનાઓ નાપાસ થયા છે. આ ઉપરાંત જલારામ ઘી, અંકુર નમક અને નંદકિશોર ડેરીમાંથી લેવાયેલ ઘી, દૂઘ અને નમના નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં આ ત્રણેય વેપારીઓને કુલ રૂ.1.80 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.આ તમામ નમૂના ફેલ થતા એજ્યુડીકેશન હેઠળ કેસ દાખલમાં આવ્યો છે.

ઘીમાં તલના તેલની હાજરી તેમજ ફોરેન ફેટ વધુ
રાજકોટ શહેરના ઘી કાંટા રોડ, કંદોઇ બજાર ચોકમાં આવેલ જલારામ ઘીમાંથી લીધેલ ખાદ્યપદાર્થ 'ભેંસનું ઘી' માં બી.આર. રીડીંગ વધુ, રીચર્ટ' વેલ્યુ ઓછી, તલના તેલની હાજરી તેમજ ફોરેન ફેટ હાજર હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા નમૂનો 'સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવતા. એજ્યુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે ધ્યાને લઈને હીયરીંગ બાદ જવાબદાર દિપકભાઇ નારણદાસ ચંદ્રાણીને કુલ રૂ.1,20,000નો દંડ ફરમાવેલ છે.

રૂ.35,000નો ફટકારવામાં આવ્યો
રાજકોટ શહેરના દાણાપીઠ ચોકમાં આવેલ 'સદગુરુ સોલ્ટ' માંથી લીધેલ ખાદ્યપદાર્થ ' અંકુર સંપૂર્ણ નમક' માં આયોડીનનું પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા નમૂનો ' સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવતા એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે ધ્યાને લઈને હીયરીંગ બાદ જવાબદાર કેતનભાઇ સેજપાલને કુલ રૂ.35,000નો દંડ ફરમાવેલ છે.

ફૂડ એનાલિસ્ટ દ્વારા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો
રાજકોટ શહેરના વૈશાલીનગર રૈયા રોડ મુકામે આવેલ 'નંદકિશોર ડેરી ફાર્મ' માંથી લીધેલ ખાદ્યપદાર્થ 'મિકસ દૂધ (લુઝ)' માં મિલ્ક ફેટ તેમજ એસ.એન.એફ ઓછા હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા નમૂનો ' સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવતા એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરેને ધ્યાને લઈને હીયરીંગ બાદ જવાબદારો જેરામભાઇ વાલજીભાઇ રંગાણીને કુલ રૂ.25,000નો દંડ ફરમાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...