• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Manpani Team Visited Mwdi And Uni. 4 Cabins And 124 Banners Seized On Road, Demolition Of Illegal Construction Near Gaikwadi

કાર્યવાહી:રાજકોટમાં મનપાની ટીમે મવડી અને યુનિ. રોડ પર 4 કેબિન અને 124 બેનર જપ્ત કર્યા,ગાયકવાડી પાસે ગેરકાયદેસર બાંધકામનું ડિમોલીશન કર્યું

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધાર્મિક સ્થળનું બાંધકામ ખડકાઇ જતા ટીપી શાખાનું ડિમોલીશન - Divya Bhaskar
ધાર્મિક સ્થળનું બાંધકામ ખડકાઇ જતા ટીપી શાખાનું ડિમોલીશન
  • 121 કિલો વાસી ફળ અને શાકભાજીનો સ્થળ પર નાશ કર્યો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વેસ્ટ ઝોન વિસ્તારના યુનિ. રોડ રોડ ખાતે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવ શાખા દ્વારા 4 કેબિન અને 124 બેનરની જપ્ત કરવામાં આવ્યા હતા.

રેંકડી યુનિવર્સીટી રોડ પરથી જપ્ત કરવામાં આવી
રેંકડી યુનિવર્સીટી રોડ પરથી જપ્ત કરવામાં આવી

રૂ.1000/- વહીવટી ચાર્જ યાજ્ઞિક રોડ માંથી વસુલ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે આજે રસ્તા પર નડતર 04 રેંકડી-કેબીનો મવડી રોડ, યુનિવર્સીટી રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી 30 અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે મવડી રોડ, યુનિવર્સીટી રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, 121 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જકશન રોડ, જ્યુબેલી માર્કેટ, ધરાર માર્કેટ બહાર રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.1000/- વહીવટી ચાર્જ યાજ્ઞિક રોડ માંથી વસુલ કરવામાં આવ્યો હતો, 124 બોર્ડ-બેનરો યુનિવર્સીટી રોડ, મવડી રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

ગેરકાયદેસર દબાણ હટાવવા ટીમ ઉતરી હતી.
ગેરકાયદેસર દબાણ હટાવવા ટીમ ઉતરી હતી.

ગાયકવાડી પાસે ધાર્મિક સ્થળનું બાંધકામ ખડકાઇ જતા ટીપી શાખાનું ડિમોલીશન
આજે શહેરના વોર્ડ નં.3માં ગાયકવાડી શેરી નં.10 નજીક એક ધાર્મિક જગ્યાનું બાંધકામ શરૂ થઇ જતા આજે વહેલી સવારે ટીપી શાખાએ દુર કર્યુ હતું. જે કામગીરી રોકવા કોઇ કાર્યકર બુલડોઝર આડે આવી જતા તેને વિજીલન્સ શાખાએ મોબાઇલ વાનમાં બેસાડીને બાદમાં ડિમોલીશન કર્યુ હતું.કમિશનરની સુચનાથી આજે ગાયકવાડી શેરી નં.3, ફૂડ કોર્પો.ના ગોડાઉન દિવાલની બાજુમાં અંબા ભવન મકાન સામે આ કામગીરી કરવામાં આવી હતી. અહીં ધર્મ સ્થળ બાંધવા પુજારીના રૂમનું લીન્ટલ લેવલ બાંધકામ થઇ ગયું હતું. રસ્તાની 150 ચો.મી. જગ્યામાં ડેરી સહિતનું આ બાંધકામ ટીપી શાખાએ દુર કર્યુ હતું. માથાકુટનો પ્રયાસ કરનાર કાર્યકરને વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા જેથી કોઇ વધુ માથાકુટ થઇ ન હતી.

30 જેટલી અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી
30 જેટલી અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી
અન્ય સમાચારો પણ છે...