તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:રાજકોટમાં કેલ્શિયમ કાર્બાઈડથી ફળ પકવતા 10 વેપારીઓ પર મનપાની લાલ આંખ, નોટિસ ફટકારી કેરી સહિત 180 કિ.ગ્રા.ચીકુનો નાશ કરાયો

રાજકોટમાં4 મહિનો પહેલા
 • આ દુકાનોમાં પડેલો18 પડીકી કેલ્શિયમ કાર્બાઇડનો જથ્થો નાશ કર્યો

ઉનાળાની ઋતુમાં કેરીનું વેચાણ વધી જતું હોય છે. વધુ નફો લેવા માટે કેરી બગીચામાંથી વહેલી તોડી બજારમાં કૃત્રિમ રીતે પકાવવામાં આવે છે. કેલ્શિયમ કાર્બાઇડ એક પ્રકારનું ધીમું ઝેર છે આમ છતાં તેનો બેફામ ઉપયોગ કરી કેરી પકવવામાં આવી રહી છે.રાજકોટમાં આજે મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કાર્બાઇડના ઉપયોગથી અમાન્ય રીતે કેરી પકવવા વેપારીઓનુ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન 10 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ દુકાનોમાંથી 18 પડીકી કેલ્શિયમ કાર્બાઇડનો જથ્થો નાશ કર્યો તેમજ કેરી સહિત 180 કિ.ગ્રા. કેલ્શિયમ કાર્બાઇડથી પકવેલ ચીકુ નાશ કરવામાં આવ્યા હતા

દુકાનોના નામ

 • કિસ્મત ફ્રુટ, છોટુનગર
 • કે. બી. ફ્રૂટ્સ, છોટુનગર
 • સતનામ ફ્રુટ
 • શ્રાવ્ય સિઝન સ્ટોર
 • રાધે સિઝન સ્ટોર
 • રાધે સિઝન સ્ટોર
 • રામનાથ ફ્રુટ
 • કુળદેવી ફ્રુટ,
 • જય માતાજી ફ્રુટ
 • જલારામ ફ્રૂટ

રસાયણ કેલ્શિયમ કાર્બાઈડ શું છે ?

 • કેલ્શિયમ કાર્બાઈડ એ મસાલા તરીકે ઓળખાતું પ્રતિબંધિત કેમિકલ છે. કેલ્શિયમ કાર્બાઈડ ગ્રેયીશ વ્હાઈટ કલરના ગઠ્ઠા કે પાઉડર ફોર્મમાં મળતું કેમિકલ છે. જે કેરીના સંસર્ગમાં આવ્યા બાદ કાળુ પડી જાય છે.
 • કેલ્શિયમ કાર્બાઈડ સાથે આર્સેનિક અને ફોસ્ફરસ હાઈડ્રાઈડ જેવા જોખમી કેમિકલનો ભાગ પણ જોવા મળે છે.
 • કેલ્શિયમ કાર્બાઈડને સૂંઘવાથી લસણ જેવી દુર્ગંધ આવે છે.
 • કેલ્શિયમ કાર્બાઈડ પ્રતિ એક કિલો કેરી દીઠ બે ગ્રામ પડીકી રાખવામાં આવે છે અને બોક્સમાં બંધ કરી રાખવામાં આવે છે.
 • કેલ્શિયમ કાર્બાઈડ (Ca C2) બોક્સમાં ભેજ (પાણી)ના સંસર્ગમાં આવવાથી એસિટિલિન ગેસ ઉત્પન્ન થાય છે. જે કેરીને કૃત્રિમ રીતે પકવી કેરીની છાલનો લીલો રંગ પીળો બનાવે છે. અને ચમક આવે છે.
 • કૃત્રિમ રીતે કેમિકલથી પકાવેલી કેરી ત્રણથી ચાર દિવસમાં પાકતી હોવાથી વેપારીઓને વેચાણમાં ફાયદો થાય છે.
 • કેલ્શિયમ કાર્બાઈડવાળી કેરીથી થતું નુકસાન

કેલ્શિયમ કાર્બાઈડ એક ધીમું ઝેર છે. પેટમાં, જઠરમાં, આંતરડામાં ચાંદા પડે છે. ફૂડ પોઈઝનિંગ થાય છે.

 • કેલ્શિયમ કાર્બાઈડયુક્ત કેરી છાલ સાથે ખાવાથી મોઢામાં, જીભમાં કે હોઠ પર ફોલ્લા પડે છે. અને ચાંદા પડી જવાની શક્યતા રહે છે.
 • કેલ્શિયમ કાર્બાઈડની સાથે આર્સેનિક અને ફોસ્ફરસ હાઈડ્રાઈડ હોવાથી ઊલટી, ઝાડા સાથે લોહી પણ આવે છે. છાતીમાં બળતરા થવી, તરસ લાગવી, નબળાઈ આવવી, ખોરાક ગળે ઉતારવામાં તકલીફ થવી. આંખમાં, ચામડીમાં બળતરા થાય છે.
 • ચેતાતંત્ર પર નુકસાન કરે છે. જેમાં માથાનો દુખાવો, હૃદય રોગ પણ થાય છે.
અન્ય સમાચારો પણ છે...