• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Manpa Will Start Mega Vaccination Drive On PM Modi's Birthday, 50 Thousand People In The City And 37 Thousand People In The District Will Be Vaccinated.

બાર બાર દિન યે આયે:રાજકોટમાં મનપા દ્વારા PM મોદીના જન્મદિવસે મેગા વેક્સિનેશન ડ્રાઈવ શરુ, શહેરમાં 50 અને જિલ્લામાં 37 હજાર લોકોનું વેક્સિનેશન કરાશે

રાજકોટએક મહિનો પહેલા
દેખીતી રીતે આ લક્ષ્યાંક મોટો લાગે છે
  • એક જ દિવસમાં 1.20 લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવાનો લક્ષયાંક
  • સોસાયટીમાં મોબાઈલ વાન મારફત વેક્સિન આપવા આયોજન કરાયું

આજે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર રેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવા મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક દિવસમાં શહેરમાં 50 અને જિલ્લામાં 37 હજાર લોકો કુલ 1.20 લાખ લોકોને વેક્સિન આપવા માટે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આટલું રસીકરણ એક સપ્તાહમાં થતું હોય છે જેને એક જ દિવસમા કરવા માટે મનપાએ એડીચોટીનું જોર લગાવ્યું છે. દેખીતી રીતે આ લક્ષ્યાંક મોટો લાગે છે પણ મનપાએ પ્રથમ ડોઝ કરતા બીજા ડોઝ પર વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું છે કારણ કે, રાજકોટ શહેરમાં એવા ઘણાં લોકો છે જેમને બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે પણ હજુ સુધી ડોઝ લીધો નથી. જો તેમાંથી અડધા લોકોને પણ મનપા એક જ દિવસમાં આકર્ષી શકે તો પણ લક્ષ્ય હાંસલ થઈ જાય.

મનપાએ પ્રથમ ડોઝ કરતા બીજા ડોઝ પર વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું
મનપાએ પ્રથમ ડોઝ કરતા બીજા ડોઝ પર વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું

મોબાઈલ વાન મારફત લોકોને વેક્સિન અપાશે : મેયર
આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાજકોટ સાથે અલગ નાતો છે. માટે આજે તેમના જન્મદિવસ નિમિતે રાજકોટ મનપા અને આરોગ્ય વિભાગ ટીમ દ્વારા શહેરમાં ખાસ રાત્રી દરમિયાન પણ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજ રાત્રીના 10થી 12 વાગયા સુધી બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન ઉપરાંત રેસકોર્સ રિંગ રોડ અને સોસાયટીમાં મોબાઈલ વાન મારફત લોકોને વેક્સિન આપવા આયોજન કરવામાં આવ્યું હતું.

કલેકટર અરૂણ મહેશ બાબુ
કલેકટર અરૂણ મહેશ બાબુ

એક જ દિવસમાં રેકોર્ડબ્રેક રસીકરણ કરવામાં આવશે : કલેકટર
આ અંગે કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસે રાજકોટ જિલ્લામાં 1.20 લાખ લોકોનું એક જ દિવસમાં રેકોર્ડબ્રેક રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જે અત્યાર સુધીનું સૌથી વધુ રસીકરણ છે અને જે રેકોર્ડ બ્રેક સાબિત થશે. રાજકોટ જિલ્લામાં રસીકરણ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં 37 હજાર નાગરિકોને અને શહેરમાં 50 હજાર જેટલા લોકોને વેક્સિન આપવામાં આવશે.

મોબાઈલ વાન મારફત લોકોને વેક્સિન અપાશે : મેયર
મોબાઈલ વાન મારફત લોકોને વેક્સિન અપાશે : મેયર

રાજ્ય સરકાર દ્વારા 20 હજાર વેક્સિનના ડોઝ ફાળવવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ગઈકાલ સુધીમાં રાજકોટ શહેરમાં વેક્સિનના કુલ 15,13,237 ડોઝ લોકોને અપાઈ ચુક્યા છે. જેમાં 10,34,397 નાગરિકોએ પ્રથમ ડોઝ અને 4,78,840 નાગરિકોએ બીજો ડોઝ લીધેલ છે. આજે મનપા દ્વારા PMના જન્મદિવસે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 20 હજાર વેક્સિનના ડોઝ ફાળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...