• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Manpa Will Charge A Vehicle Parked Outside A House Or Shop, Parking Rates Will Be Fixed On 48 Highways Based On Area.

નવી પાર્કિંગ પોલિસી:રાજકોટમાં ઘર કે દુકાનની બહાર પાર્ક થતા વાહન પર મનપા ચાર્જ વસૂલશે, 48 રાજમાર્ગો પર વિસ્તારને આધારે પાર્કિંગના દર નક્કી કરાશે

રાજકોટએક મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર
  • વાહન પાકિગ ચાર્જ માટેના પાસ આપવાનું પણ વિચારી રહ્યા છીએ : સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
  • શહેરમાં ટૂંક સમયમાં સુરતની પાર્કિંગ પોલિસી અમલ થવા જઈ રહી છે

રાજકોટ શહેરમાં દિવસે દિવસે વકરતી જતી ટ્રાફિક સમસ્યાને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્રારા નવી પાકિગ પોલિસી તૈયાર કરવામાં આવી છે જેમાં ઘર કે દુકાન બહાર વાહન પાર્ક કરવાના પણ પૈસા ચૂકવવાના થશે જ્યાં 48 રાજમાર્ગો પર વિસ્તારને આધારે પાર્કિંગના દર નક્કી કરાશે. છેલ્લા બે–ત્રણ વર્ષથી આ મુદ્દો ચર્ચામાં હતો હવે અંતે પાકિગ પોલિસી તૈયાર થઈ ગઈ છે પરંતુ કેટલાક દર વસૂલવા તે અંગેનો નિર્ણય કરવામાં આવ્યો નથી હાલમાં ફકત નીતિવિષયક સૈદ્ધાંતિક દરખાસ્ત તૈયાર કરી રાય સરકારની મંજૂરી અર્થે મોકલવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. રાય સરકારમાંથી પાકિગ પોલિસી મંજૂર થયા બાદ પાકિગ ચાર્જના દર નક્કી કરવા સ્ટેન્ડિંગમાં નવેસરથી દરખાસ્ત કરવામાં આવશે.

રાજકોટવાસીઓ તરફથી કુલ 10 વાંધા-સૂચનો મળ્યા હતા
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાર્કિંગ પોલીસી તૈયાર થઇ ગયા બાદ વાંધા–સૂચનો મંગાવવામાં આવ્યા હતા રાજકોટવાસીઓ તરફથી કુલ 10 વાંધા–સૂચનો મળ્યા હતા જેનું મ્યુનિસિપલ કમિશનર દ્રારા હીયરિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં નવી પાર્કિંગ પોલીસી અને પાર્કિંગ બાયલોઝ તૈયાર થઈ ગયા હોય તે શહેરી વિકાસ વિભાગની મંજૂરી અર્થે ટૂંક સમયમાં રવાના કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ

સુરતની પાર્કિંગ પોલિસી અમલ થવા જઈ રહી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં સુરત મહાનગરપાલિકાની પાર્કિંગ પોલીસી અને બાયલોઝ અનુસારની નીતિ સ્થાનિક પરિબળોને ધ્યાને લઇને અમુક ફેરફારો સાથે અમલી કરવાનું વિચારાધીન છે. રાજ્ય સરકારમાંથી પોલિસી મંજૂર થઈને આવ્યા બાદ પાર્કિંગના દર નક્કી કરવામાં આવશે પ્રથમ તબક્કે 48 રાજમાર્ગો તેમજ મુખ્ય વિસ્તારોમાં આ પોલિસી લાગુ થશે ત્યારબાદ તબક્કાવાર સમગ્ર શહેરમાં લાગુ કરવામાં આવશે. વાહન પાકિગ ચાર્જ માટેના પાસ આપવાનું પણ વિચારાધીન છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઈંધણમાં થયેલો ભાવ વધારો મહાનગરપાલિકાને પણ નડ્યો
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ, ડીઝલ,ઓઇલ સહિતના ઈંધણમાં થયેલો ભાવ વધારો મહાનગરપાલિકાને પણ નડ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2021-22 અંતર્ગત ઈંધણ ખર્ચ પેટે રૂપિયા 6.32કરોડની જોગવાઈ કરવામાં આવી હતી તાજેતરમાં આ રકમ ખર્ચાઈ જતાં હવે નવેસરથી વધુ રૂપિયા 2 કરોડ જેસીબી મેન્ટેનન્સની જોગવાઈમાંથી વર્ગફેર કરીને ફાળવવા સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરાઇ છે.