વન વીક, વન રોડ ઝુંબેશ:રાજકોટમાં મનપા દ્વારા રૈયા ચોકડીથી કેકેવી ચોક વચ્ચે 5 કોમ્પ્લેક્ષની દુકાનો, છાપરા અને રેલીંગના દબાણ હટાવ્યા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બાંધકામ વેસ્ટ બદલ 3 આસામીને રૂા. 4 હજારનો દંડ, 80 જેટલા બોર્ડ, બેનર અને ઝંડી જપ્ત કર્યા

મનપાની વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે ન્યુ રાજકોટના 150 ફુટ રોડ પર રૈયા ચોકડીથી કેકેવી ચોક વચ્ચે પાંચ કોમ્પ્લેક્ષની દુકાનો બહારથી છાપરા અને રેલીંગના દબાણ ટીપી શાખાએ તોડી નાંખ્યા હતા. કેકેવી ચોકમાં આવેલ પર્લ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં સહજાનંદ ટાયર્સ બહારથી છાપરૂ, એલીગન્સ કોમ્પ્લેક્ષના સત્ય વિજય આઇસ્ક્રીમ બહારથી અને ગોલ્ડન પ્લાઝા કોમ્પ્લેક્ષ બહારની દુકાનોમાંથી રેલીંગ તોડવામાં આવી હતી.

કચરા બદલ દંડ
રૈયા એકસચેન્જ બસ સ્ટોપ સામેના ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં રાધે કોલ્ડ્રીંકસ અને હર્ષદભાઇ પટેલની દુકાન બહારથી છાપરા હટાવાયા હતા તો ઓસ્કાર કોમ્પ્લેક્ષમાં પંડિતજી રોટીવાલેની દુકાન બહારથી છાપરૂ તોડી પાડવામાં આવ્યું હતું. આ સાથે 150 ફુટ રોડ પર આજે 10 વેપારીને ઝબલાના ઉપયોગ બદલ રૂા. 4 હજાર સહિત 19 ધંધાર્થીને રૂા. 14500નો દંડ કરાયો હતો. બાંધકામ વેસ્ટ બદલ 3 આસામીને રૂા. 4 હજારનો દંડ કરાયો છે. તો 28 વેપારીને ડસ્ટબીન ન રાખવા બદલ નોટીસ આપી 7.50 કિલો ઝબલા જપ્ત કરાયા હતા.

દબાણ હટાવ શાખા
દબાણ હટાવ શાખાએ પુરા રોડ પરથી એક રેંકડી, બે દબાણ, 80 જેટલા બોર્ડ, બેનર અને ઝંડી જપ્ત કર્યા હતા. તો ગટર, પાણીની વાલ્વ ચેમ્બરની સફાઇ, ફૂટપાથ અને પેવીંગ બ્લોકની રીપેરીંગની કામગીરી પણ આ ડ્રાઇવમાં કરવામાં આવી હતી.આ ઉપરાંત રાજકોટમાં આજે વેરાની વસૂલાત શાખાએ 38 મિલકતો સિલ કરી રૂ.31.47 લાખની રિકવરી કરી, કુલ 11 યુનિટને જપ્તીની નોટીસ ફટકારી છે.