• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Manpa Caught The Stray Cattle At Night And Made A Fuss At RMC, Saying: 'If They Come Home, They Will Be Attacked!'

માલધારી સમાજમાં રોષ:રાજકોટમાં મનપાએ રાત્રીના રખડતા ઢોર પકડતા RMC ખાતે હલ્લાબોલ, કહ્યું:'ઘરે આવે તો હુમલો થાય જ ને !'

રાજકોટએક મહિનો પહેલા
મનપા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું

ગુજરાતના અનેક શહેરોમાં રખડતા ઢોર મામલે ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં રખડતા ઢોર મામલે RMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રખડતાં ઢોરની રાત્રીના સમયે પણ ફરિયાદ મળશે તો પણ કાર્યવાહી થશે. ઢોર પકડવા માટે પાર્ટી રાત્રીના સમયે પણ રસ્તા પર રખડતાં ઢોર પકડશે. આ મામલે આજે માલધારી સમાજના કાર્યકરો દ્વારા મનપા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. જ્યાં સમાજના અગ્રણીએ મીડિયાને જણાવ્યું હતું કે, રાત્રે મનપાના અધિકારીઓ અમારા ઘરે આવે તો હુમલો તો થાય જ ને !

રાજકોટમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે
વધુમાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, મનપાનો આ નિર્ણય ખૂબ જ દમનકારી છે. રાત્રિના જ્યારે અમે લોકો ઘરે સુતા હોય આરામ કરતા હોય એ સમયે મનપાના કર્મચારીઓ આવે છે અને અમારા ઢોરને ત્યાંથી લઈ જાય છે આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા એવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે તમે ઘાસચારો પણ ન વહેંચી શકો તો રાજકોટમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી.

અમારા પશુઓને ખોટી રીતે પકડવામાં આવે છે
વધુમાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, અમારા પશુઓને ખોટી રીતે પકડવામાં આવે છે આ ઉપરાંત મનપાના અધિકારીઓ દ્વારા માલધારી સમાજના આગેવાનો સાથે પણ ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે અને તેનો વિરોધ કરવા માટે આજે અહીં RMC કચેરીએ આવ્યા છીએ. હવે જો આ બધું બંધ નહીં થાય તો માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે.