મોંઘવારીનો વિરોધ:રાજકોટમાં મહિલા કોંગ્રેસે લીંબુ-મરચા સહિત શાકભાજીની ટોપી પહેરી મોંઘવારીનો વિરોધ કર્યો, પોલીસે અટકાયત કરી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેસ સિલિન્ડર અને તેલના ડબ્બા સાથે વિરોધ પ્રદર્શન યોજાયું

અનાજથી માંડીને ખાદ્યતેલ તથા પેટ્રોલથી માંડીને રાંધણગેસ સુધીની તમામે તમામ ચીજોમાં બેફામ ભાવવધારાને કારણે મોંઘવારીથી પીડાતી પ્રજાના આક્રોશનો પડઘો પાડવા માટે રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા.જ્યાં કાર્યકરોએ લીંબુ-મરચા સહિત શાકભાજીની ટોપી પહેરી ગેસ સિલિન્ડર અને તેલના ડબ્બા સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ તમામની પોલીસે અટકાયત કરી હતી.

હુડકો ચોકડી ખાતે વિરોધ કર્યો
શહેરના વોર્ડ નં.18માં આજે કોંગ્રેસના મહિલા કાર્યકરો એકત્ર થયા હતા અને હુડકો ચોકડી ખાતે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં મહિલા કોંગ્રેસે મોંઘવારીને લઇને દેખાવો કર્યા સાથે જ મહિલાઓએ લીંબુ-મરચા સહિતના શાકભાજીની ટોપી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.

મોંઘવારી વિરોધી નારા લગાવ્યા
ખાદ્યતેલો સામાન્ય વર્ગની પહોંચ બહાર હોવાથી તેલના ખાલી ડબ્બા ખખડાવ્યા હતા અને રાંધણગેસનું સીલીન્ડર ઉંચકીને તે ભરાવવાની ત્રેવડ ન હોવાનો પડઘો પાડયો હતો. મહિલા કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોએ દેખાવો-સૂત્રોચ્ચારો કર્યા હતા. કોઠારીયા વિસ્તારમાં પાર્ટીના આ આંદોલનાત્મક કાર્યક્રમમાં સંખ્યાબંધ કાર્યકરોએ સામેલ થઈને મોંઘવારી વિરોધી નારા લગાવ્યા હતા