તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટરનું માઈક્રોપ્લાનિંગ:રાજકોટમાં 70% વેક્સિનેશન, બુથવાઇઝ વેક્સિનથી વંચિત લોકોનું લીસ્ટ તૈયાર કરાશે, પ્રથમ ડોઝ લેનાર સુપરસ્પ્રેડરોને જાહેરનામા ભંગમાંથી મુક્તિ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં વેક્સિનેશનને વેગ આપવા કલેક્ટરે બેઠક યોજી. - Divya Bhaskar
રાજકોટમાં વેક્સિનેશનને વેગ આપવા કલેક્ટરે બેઠક યોજી.
  • રસી માટે તૈયાર થતા નથી તેવા લોકોને સમજાવી વેક્સિન આપવામાં આવશે

રાજકોટના નવા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કોરોના રસીકરણ ઝુંબેશને પ્રાથમિકતા આપી આજે પ્રથમ મિટિંગ અને વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા માટે માઇક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું હતું. શહેરમાં ચૂંટણી પેટર્ન મુજબ પોલિંગ બુથવાઇઝ વેક્સિનથી વંચિત લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેઓને સમજાવી રસીકરણના અભિયાનને વધુ આગળ લઇ જવાશે. તેમજ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા સુપર સ્પ્રેડરોને જાહેરનામા ભંગમાંથી મુક્તિ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અત્યાર સુધીમાં 70 ટકા વેક્સિનેશન થઇ ચૂક્યું છે.

જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી
કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને રૂરલ એસ.પી. બલરામ મીણાએ 15થી 30 દિવસમાં 70% રસીકરણના લક્ષ્યાંક સાથે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ તરીકે અત્યાર સુધી થયેલા રસીકરણની સમીક્ષા કરી ટાર્ગેટ ઓડિયન્સનું ચિત્ર અમલીકરણ અધિકારીઓ સમક્ષ રજૂ કરી આ ટાર્ગેટ સિદ્ધ કરવા માટે કરવાની થતી તમામ કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. આ મિટિંગમાં જિલ્લાના રેવન્યુ, પંચાયત અને પોલીસ વિભાગની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની ગ્રામ્યથી માંડીને જિલ્લા સ્તર સુધીની રચના કરવામાં આવી હતી. આવતીકાલથી રસીકરણની કામગીરીમાં જે ગ્રામ્ય કે તાલુકા વિસ્તારમાં લોકો રસી માટે તૈયાર થતા નથી ત્યાં લોકોને સમજણ આપી રસી અપાવવા માઈક્રોપ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

બીજી લહેરમાં જે લોકોએ રસી લીધી તેમનો બચાવ થયોઃ કલેક્ટર
કલેક્ટરે જણાવ્યું હતું કે, બીજી લહેરમાં જે લોકોએ રસી લીધી હતી તેમનો બચાવ થયો છે અને તે અંગેના નિષ્ણાતોના રિવ્યૂ પણ આવ્યા છે. લોકોને સમજણ આપવાના સામાજિક દાયિત્વમાં જિલ્લાની ટીમને જન પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, સંતો મહંતોનો પણ સહયોગ મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લામાં કોઈ નાગરિક વેક્સિનેશન વિના ન રહે અને કોરોના સામે અસુરક્ષિત ન રહે તેવા લક્ષ્ય સાથે આપણે કામ કરવું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વેક્સિનેશન સંપૂર્ણ થઇ શકે તે માટે ચૂંટણી પેટર્ન મુજબ કામ કરી પોલિંગ બુથવાઇઝ રસીથી વંચિત લોકોનું લીસ્ટ તૈયાર કરી તેઓનું રસીકરણ થઇ જાય તે માટે આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.

કલેક્ટરે બેઠક બોલાવી અધિકારીઓને સૂચના આપી.
કલેક્ટરે બેઠક બોલાવી અધિકારીઓને સૂચના આપી.

આરોગ્ય શાખા અને પોલીસ દ્વારા રોજેરોજે રિવ્યૂ કરવામાં આવશે
કલેક્ટરે તાલુકાના અધિકારીઓને વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હાલ જિલ્લામાં જે વેક્સિનેશનની કામગીરી સંતોષકારક રીતે ચાલી રહી છે. પરંતુ ત્રીજી લહેરની સંભાવનાને લઇને માનવ જિંદગીઓ બચાવી શકાય તેવા ઉમદા હેતુથી આગામી 15 દિવસથી એક મહિના સુધી મિશન મોડમાં દરેક લાઇન ડિપાર્ટમેન્ટ આરોગ્ય તંત્ર સાથે સંકલન કરશે. આ ઉપરાંત જિલ્લામાં વેક્સિનની કામગીરીની કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને પોલીસ દ્વારા રોજેરોજે રિવ્યૂ કરવામાં આવશે.

બેઠકમાં ઉપસ્થિતિ રહેલા અધિકારીઓ
​​​​​​​
જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ વેક્સિનેશનની કામગીરીમાં ઝડપ આવે તે માટે ફિલ્ડમાં પણ જશે. પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ પણ આ કામગીરીમાં સહભાગી થશે. આ બેઠકમાં અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, ડીઆરડીએના નિયામક જે.કે.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નિલેષ શાહ તેમજ પ્રાંત અધિકારીઓ ઉપસથિત રહ્યા હતા.

બેઠકમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
બેઠકમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.

ડોઝ લીધેલાને જાહેરનામાંથી મુક્તિ
કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાની અમલવારી કરીને સુપરસ્પ્રેડર ધંધાર્થી લોકોની નવ કેટેગરીમાં જે લોકો દસ દિવસમાં કરાવેલો હોય તેઓ આરટીપીસીઆર રિપોર્ટ રજૂ નહીં કરે. તેમની સામે પણ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આવા ધંધાર્થીઓ જેમ કે શાકભાજીના છૂટક જથ્થાબંધ વિક્રેતા, હોટલ રેસ્ટોરન્ટમાં કામ કરતા લોકો, ખાણીપીણીની લારીઓ, પાનના ગલ્લા, રિક્ષા ટેક્ષી વાહનોના ડ્રાઈવર અને ક્લિનર, હેર સલૂન, બ્યુટી પાર્લર, ખાનગી સિક્યુરિટી એજન્સીના ગાર્ડ તેમજ કારીગરો અને શોપિંગ મોલ અને કોમ્પ્લેક્સમાં વેચાણ વિતરણ કરતા લોકો તેમજ ચાની કીટલી, ખાણી-પીણીની લારી સહિતના ધંધાર્થીઓ માટેના આ જાહેરનામા અંગે ફોજદારી કાર્યવાહી વખતે જો તેઓએ વેક્સિનેશનનો પ્રથમ ડોઝ લીધો હશે તો તેમને મુકિત આપી લાગુ પાડવામાં નહીં આવે.