તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, Like Dhairyaraj Singh, The Citizens Came Forward To Help Vivan, On The Main Roads, The Youth Collected 2 Lakh Contributions In 3 Days.

વિવાનની વ્હારે રાજકોટીયન્સ:રાજકોટમાં ધૈર્યરાજસિંહની જેમ જ વિવાનને મદદ કરવા શહેરીજનો આગળ આવ્યા, મુખ્ય માર્ગો પર યુવાનોએ 3 દિવસમાં 2 લાખ ફાળો એકત્ર કર્યો

રાજકોટએક મહિનો પહેલા
પરિવાર માટે ખર્ચ ઉપાડવો અસંભવ છે
  • છેલ્લા 3 દિવસથી યુવાનો દ્વારા ફાળો એકત્રિત કરાય છે

ધૈર્યરાજસિંહની સારવાર બાદ હવે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના વિવાન નામના બાળકની દુર્લભ બીમારીના નિવારણ અર્થે રાજકોટીયન્સ આગળ આવ્યા છે. રાજકોટના યુવાનો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઉભા રહી રોજ વિવાન માટે ફાળો એકત્રિત કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં 2 લાખનો ફાળો એકત્ર થઈ ગયો છે.

છેલ્લા 3 દિવસથી યુવાનો દ્વારા ફાળો એકત્રિત કરાય છે
રાજકોટ શહેરની પોતાની એક આગવી ઓળખ છે. રાજકોટ શહેર પોતાના અને રાજ્યના સુખાકારી માટે હર હંમેશ આગળ રહે છે. રાજકોટમાં અગાઉ ધૈર્યરાજસિંહ માટે અલગ અલગ સમાજના લોકો દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લાના વિવાનની વ્હારે પણ રાજકોટ શહેર આવ્યું છે. રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસથી યુવાનો દ્વારા અલગ અલગ મુખ્ય માર્ગો પર ઉભા રહી વિવાન માટે ફાળો એકત્રિત કરવામાં આવી રહ્યો છે.

3 દિવસમાં 2 લાખ જેટલી રકમ એકત્રિત
રાજકોટ સર્વ સમાજના યુવાનો સાથે મળી વિવાનને સારવાર માટે મદદ કરવા નિર્ણય કર્યો છે. જેના માટે છેલ્લા 3 દિવસથી યુવાનો રાજકોટના કાલાવડ રોડ, નાના મવા રોડ, 150 ફૂટ રિંગ રોડ, કેકેવી ચોક સહિતના વિસ્તારોમાં ઉભા રહી વિવાનની સારવાર માટે ફાળો એકત્રિત કરી રહ્યા છે. જેમાં 3 દિવસમાં 2 લાખ જેટલી રકમ એકત્રિત કરવામાં આવી છે અને હજુ પણ આ યુવાનો એક સપ્તાહ સુધી સતત રાજકોટના અલગ અલગ રસ્તા પર ઉભા રહી વિવાનની મદદ માટે મહેનત કરશે.

સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીથી વિવાન પીડાય છે
થોડા દિવસ અગાઉ સરકાર પાસે અપીલ કરવા સર્વ સમાજ સંગઠનના આગેવાનો એકઠા થયા હતા. આ સાથે સોમનાથની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવાનને રૂપિયા 10 લાખની સહાય આપવા જાહેરાત કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામનાં રહેવાસી અશોકભાઈ વાઢેરના અઢી મહિનાના વિવાનને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામની દુર્લભ બીમારીથી પીડાય છે. જેનો ખર્ચ આશરે 16 કરોડ જેવો થાય છે. જે ખર્ચ કોઈ પણ સામાન્ય માણસ ઉપાડી શકે તેમ નથી.

પિતા ખાનગી કંપનીમાં મજૂરી કામ કરે છે
વિવાનના પિતા કચ્છની એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. જેથી આ પરિસ્થિતિમાં આ ખર્ચ ઉપાડવો અસંભવ છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતમાં ધૈર્યરાજસિંહ નામના બાળકને દુર્લભ બીમારી હતી. જેનો ખર્ચ ગુજરાતના તમામ સમાજે સાથે મળીને એકત્ર કર્યો હતો.