વિરોધ:રાજકોટમાં કિસાન સંઘે PGVCLમાં 'વીજકાપ બંધ કરો'ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો, MDને PGVCLની દરેક ઓફિસમાં તાળા મારવાની ચીમકી આપી

રાજકોટ3 મહિનો પહેલા
  • રાજ્યસરકારની સહાય લોલીપોપ, રાજકોટ જિલ્લામાં માત્ર દોઢ ટકા ખેતીની જમીન માટે વળતર મળવા પાત્ર : ભારતીય કિસાન સંઘના પ્રમુખ

રાજકોટમાં આજે ભારતીય કિસાન સંઘે PGVCLની મુખ્ય કચેરી ખાતે 'વીજકાપ બંધ કરો'ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં PGVCLના MD ડો.ધીમંત વ્યાસને ખેડૂતોને દૈનિક 8 કલાક વીજળી આપવાની માંગ કિસાન સંઘે કરી હતી. અને જો 8 દિવસમાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો PGVCLની દરેક ઓફિસમાં તાળા મારવાની ચીમકી પણ ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા અને અન્ય કાર્યકરોએ આપી હતી.

PGVCLની મુખ્ય કચેરી ખાતે 'વીજકાપ બંધ કરો'ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો
PGVCLની મુખ્ય કચેરી ખાતે 'વીજકાપ બંધ કરો'ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો

રાજ્યસરકાની સહાય લોલીપોપ : ભારતીય કિસાન સંઘના પ્રમુખ
રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિથી ખેડૂતોને કૃષિપાકમા નુકસાન બદલ સહાયની જાહેરાત કરવામાં આવી ત્યારે આ સહાયને પાત્ર થનારા ખેડૂતોની સંખ્યા તદ્દન નહીવત્ હોવાનું સામે આવ્યું છે. આ અંગે રાજકોટ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે,રાજ્યસરકારની સહાય લોલીપોપ છે. રાજકોટ જિલ્લામાં માત્ર દોઢ ટકા ખેતીની જમીન માટે વળતર મળવા પાત્ર છે.

રાજકોટ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા
રાજકોટ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા

નુકસાની એકંદરે 33 ટકા પાકમાં થઈ છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામાં આવી તેને અમે આવકારીએ છીએ પરંતુ અમારી માંગ છે કે, સૌરાષ્ટ્રના માત્ર ચાર જિલ્લામાં જ સર્વે કરાયો છે જ્યારે નુકસાની એકંદરે 33 ટકા પાકમાં થઈ છે તો સરકાર ખેડૂતોને પૂરતી સહાય અને નુકસાન થયું તે તમામ ખેડૂતોને સહાય આપે તે જરૂરી છે.

નુકસાની એકંદરે 33 ટકા પાકમાં થઈ છે
નુકસાની એકંદરે 33 ટકા પાકમાં થઈ છે

8400 હેક્ટર જમીનમાં નુકસાન
રાજકોટ જિલ્લાના 584 ગામો પૈકી આશરે 156 ગામોમાં જ નુકસાનીનો સર્વે કરાયો છે તેમાં 8400 હેક્ટરમાં નુકસાન થયાનું સરકારી સર્વેના રિપોર્ટમાં નોંધાયું છે, અર્થાત્ કુલ વાવેતર થયેલ જમીનના માત્ર દોઢ ટકા જમીન માટે જ સહાય ચુકવવામાં આવશે. જિલ્લામાં 1,98,220 હેક્ટરમાં કપાસ અને 2,71,007 હેક્ટરમાં મગફળી સહિત કૂલ 5,31,965 હેક્ટરમાં વાવેતર થયું હતું.

8400 હેક્ટરમાં નુકસાન થયાનું સરકારી સર્વેના રિપોર્ટમાં નોંધાયું
8400 હેક્ટરમાં નુકસાન થયાનું સરકારી સર્વેના રિપોર્ટમાં નોંધાયું

90 ટકાથી વધુ ખેડૂતો સર્વેથી વંચિત
જે પૈકી સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરાયો તેમાં ઉપલેટા, જામકંડોરણા, પડધરી, કોટડાસાંગાણી, ધોરાજી પંથકમાં નદી કાંઠાના કામોમાં 8400 હેક્ટર જમીનમાં નુકસાન થયાનું નોંધાયું છે. આમ, આશરે 90 ટકાથી વધુ ખેડૂતો અને 98.5 ટકા ખેડવાણ જમીન માટે સહાય ચૂકવવા પાત્ર થશે નહીં. આ જ રીતે સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓ પૈકી રાજકોટ, જામનગર, જુનાગઢ અને પોરબંદર મળી માત્ર ચાર જિલ્લામાં નુકસાનીનો સર્વે કરાયો છે.