તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Transgender Allegation In Rajkot Kinnaro Recorded Video Of Me Being Stripped Naked, Injustice Is Done To The Society, Presentation To CP

ટ્રાન્સજેન્ડર V/s કિન્નરો:રાજકોટમાં ટ્રાન્સજેન્ડરે કહ્યું- કિન્નરોએ નગ્ન કરીને માર મારી વીડિયો રેકોર્ડ કર્યો, કિન્નરોએ કહ્યું-એટ્રોસિટીના કાયદાથી અમને ડરાવે છે

રાજકોટ3 મહિનો પહેલા
ટ્રાન્સજેન્ડર વુમન ચાંદની મકવાણાએ CPને રજૂઆત કરી.
  • આ પહેલાં પાયલ રાઠવાને કિન્નરોએ માર માર્યાનો આક્ષેપ થયો હતો અને બાદમાં સમાધાન થયું હતું

રાજકોટમાં ટ્રાન્સજેન્ડરને માર મારવાનો બીજો બનાવ સામે આવ્યો છે. શહેરના સામાકાંઠે રહેતા ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાને કિન્નરોએ સાથે મળી મોરબી રોડ પર નગ્ન કરીને માર મારી વીડિયો રેકોર્ડ કર્યો છે. આ પહેલાં પણ આ જ પ્રકારનો બનાવ પાયલ રાઠોડ સાથે બન્યો હતો, આથી આજે પાયલ રાઠોડ અને ચાંદની મકવાણા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા.આ અંગે કિન્નરોએ કહ્યું હતું કે, એસ્ટ્રોસિટીના કાયદાથી અમને ડરાવે છે.

અમને આ રીતે બદનામ કરવામાં આવે છે
આ મુદ્દે કિન્નર સમાજ મેદાને આવ્યો છે. રાજકોટ કિન્નર સમાજના અધ્યક્ષ અને મઢના વડા કિરણદે એ આ અંગે જણાવ્યું હતું કે, પાયલ રાઠવા કિન્નર સમાજ વિરુદ્ધ એક સગંઠન બનાવીને કાર્ય કરે છે. અમને આ રીતે બદનામ કરવામાં આવે છે. આજે સવારે ચાંદની મકવાણાનો ફોન હતો કે આપણે એક જગ્યાએ જઈએ ત્યાં મોટી રકમ મળશે. પરંતુ ત્યાં અમારા સમાજના આગેવાને આવીને અમારું ધ્યાન દોર્યું એટલે ત્યાંથી જતા રહ્યા. હવે અમારા પર આવો આરોપ લગાવામાં આવ્યો છે. પાયલ અને ચાંદની અમને એસ્ટ્રોસિટીના કાયદાથી અમને ડરાવી રહ્યા છે.

કિન્નર સમાજ મેદાને આવ્યો છે
કિન્નર સમાજ મેદાને આવ્યો છે

ચાંદની સાથે કાયમ એક કિન્નર રહેતા
ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાએ જણાવ્યું હતું કે કિન્નરો તેની પાસેથી જબરદસ્તી બજારમાં પૈસા માગવા લઈ જતા હતા. તો સાથે જ કિન્નરો દ્વારા ચાંદનીને માનસિક અને શારીરિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. ઘરની બહાર કોઈ વસ્તુ લેવા પણ જવા માટે ચાંદની સાથે કાયમ એક કિન્નર રહેતા હતા. કિન્નરોનું એવું કહેવું હતું કે ચાંદની મકવાણા જે ટ્રાન્સજેન્ડર છે તે તેમની સાથે રહે અને કમાયને આપે, પરંતુ આ વાત જ્યારે ચાંદનીએ નકારી એને લઈને કિન્નરો દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. એને લઇને આજરોજ ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણા અને તેના પરિવારના લોકો તેમજ પાયલ રાઠોડે સાથે મળીને પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરી છે.

પાયલ રાઠોડ પણ રજૂઆત કરવા સાથે પહોંચી.
પાયલ રાઠોડ પણ રજૂઆત કરવા સાથે પહોંચી.

આમાં અમારા લોકોની સેફ્ટી શું?
ચાંદની મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે અવારનવાર મારી સાથે આવું કરવામાં આવે છે. અમારા લોકોને કિન્નરોએ કહ્યું હતું કે મહિનામાં તમને ગોતીને મારી નાખીશું એવી ધમકી આપી હતી, આથી અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છીએ અને કહ્યું હતું કે આમાં અમારા લોકોની સેફ્ટી શું? અમારી એટલી જ માગ છે કે અમને પોલીસ પ્રોટેક્શન આપો. માર માર્યાનો બનાવ શનિવારે બન્યો હતો. કિન્નરો મને એક સોસાયટીમાં લઇ ગયા અને મને ઢોર માર માર્યો હતો. માર માર્યા પછી મારો ફોન પણ લઇ લીધો હતો. 15થી 20 કિન્નરો હતા, જેમાં મુખ્ય રામનાથપરાની મીરાદે ઉર્ફે ફટકડી હતા.

આ પણ વાંચોઃરાજકોટમાં કિન્નરોએ મહિલાનાં વસ્ત્રો પહેરેલા એક ટ્રાન્સજેન્ડરનું અપહરણ કરી ઢોર માર માર્યા બાદ, તેના ગુપ્તભાગનો વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો વાઇરલ

ટ્રાન્સજેન્ડર વુમન ચાંદની મકવાણા.
ટ્રાન્સજેન્ડર વુમન ચાંદની મકવાણા.

મારા ઘરમાં તોડફોડ પણ કરી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં મારા પરિવારે મને સ્વીકારી નહોતી. બાદમાં સ્વીકારી હતી, પણ કિન્નરો દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે તેમજ મારા ઘરમાં તોડફોડ પણ કરી હતી. અગાઉ પણ પાયલ રાઠોડ નામની ટ્રાન્સજેન્ડર વુમન પર કિન્નરોએ હુમલો કર્યો હતો. પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પાયલ રાઠોડ પણ જોડાઇ હતી. તેણે જણાવ્યું હતું કે મારી સાથે પણ આવું જ થયું હતું. નગ્ન અવસ્થામાં મારો વીડિયો ઉતાર્યો હતો. મને માર માર્યો હતો, આથી મેં એ લોકો પર એફઆઇઆર પણ દાખલ કરી હતી. ત્યાર બાદ મારી સમક્ષ તે લોકોએ માફી માગી હતી, આથી એ વખતે મેં તેમને કહ્યું હતું કે હવે રાજકોટની કોઇ ટ્રાન્સજેન્ડર સાથે આવું વર્તન કરશો નહીં.

આ પણ વાંચોઃ રાજકોટમાં કિન્નરોએ પોલીસ સ્ટેશન ખાતે નિર્વસ્ત્ર થઈને મચાવ્યો હંગામો, ટ્રાન્સજેન્ડર મહિલાને પ્રોટેક્શન મળતાં રોષ દર્શાવ્યો

અગાઉ પાયલ રાઠોડને માર મારવામાં આવ્યો હતો.
અગાઉ પાયલ રાઠોડને માર મારવામાં આવ્યો હતો.

4 મહિના પહેલાં પાયલ રાઠોડ સાથે ઘટના બની હતી
4 મહિના પહેલાં શહેરના ગોકુલધામ પાસેની ડાલીબાઇ આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતી ટ્રાન્સવુમન પાયલ રાઠોડનું અપહરણ કર્યા બાદ કિન્નરોએ તેનો વીડિયો ઉતારી વહેતો કર્યો હતો, આ મુદ્દે ચાલતા વિવાદમાં કિન્નરો ફરીથી ટ્રાન્સવુમનના ઘરે પહોંચ્યા હતા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યાં કિન્નરોએ કપડાં ઉતારી સૂત્રોચ્ચાર કરતાં માહોલ તંગ થયો હતો. ડાલીબાઇ આવાસ ક્વાર્ટર્સમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના મેહુલ ઉર્ફે પાયલ રાઠોડ (ઉં.વ.21) ચાર દિવસ પહેલાં પોતાના ઘરે હતો ત્યારે રિક્ષાચાલક તેનું અપહરણ કરી ગયો હતો અને ગોંડલ રોડ પર સૂર્યકાંત હોટલ નજીક લઇ ગયો હતો, ત્યાં અગાઉથી હાજર કિન્નરોએ પાયલ રાઠોડને મારકૂટ કરી તેનું ગુપ્તાંગ દર્શાવતો વીડિયો ઉતારી લીધો હતો અને વહેતો કર્યો હતો. એ સમયે પણ એ.ડિવિઝન પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો હતો, પરંતુ બંને પક્ષે સમાધાન થઇ ગયું હતું.