આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા છે. આ અંગે સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા ભાજપ નેતા જયંતી કવાડિયાએ નરેશ પટેલના રાજકીય આગમન અંગે જણાવ્યું હતું કે,'સત્તાને સેવાનું સાધન માનતા હોય તો રાજકારણમાં જોડાવવું જોઈએ'
5થી 7 દિવસ બાદ નરેશ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરશે
ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ખોડલધામમાં પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણે બેઠક યોજી હતી. જે બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, સામાજિક અને શિક્ષણ વિશે ચર્ચા થઈ હતી. પાટીદાર યુવાનો પર કેસ છે તે પાછા ખેચાવાની ધીમી ગતિ છે. સરકારને વિનંતી કરીએ છીએ કે તેમાં થોડી ઝડપ રાખે. બધા કેસો પાછા ખેચાય તેવી સરકારને વિનંતી છે. મારા રાજકારણમાં પ્રવેશ અંગે પણ ચર્ચા થઈ હતી. હજી પાંચથી સાત દિવસની અંદર અમારી બીજી બેઠક થશે તેમાં કદાચ આગેવાનો વધશે. ત્યારબાદ મારો નિર્ણય તમારા સમક્ષ મુકીશ. હાર્દિકની પરિસ્થિતિ છે તે યથાવત છે અને જે પક્ષમાં છે તેમાં જ છે. તેને એક પક્ષમાં બીજા પક્ષમાં જવું છે તેના વિશે ચર્ચા થઈ નથી.
સરવે પૂર્ણ થવા પર સૌની નજર
નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સરવે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થવા પર સૌકોઈની નજર છે. બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.