તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી ઝાપટું:રાજકોટમાં બફારા વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી

રાજકોટ3 મહિનો પહેલા
  • ગઇકાલે શહેરમાં અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો

સૌરાષ્ટ્રમાં નૈઋત્યનું ચોમાસું તો પ્રવેશી ગયું છે. રાજકોટમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે. છેલ્લા એક સપ્તાહથી રોજ રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સવારના સમયે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટના પશ્ચિમ ઝોનમાં વરસાદ વરસ્યો હતો.

શહેર અને જિલ્લામાં હળવા વરસાદની આગાહી
આજે વહેલી સવારે રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે કે નવા રાજકોટના કાલાવડ રોડ , યુનિવર્સિટી રોડ , પંચાયત ચોક , આકાશવાણી ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદી ઝાપટાંથી વાતાવરણ ઠંડુ બની રહ્યું છે અને આજે પણ રાજકોટ શહેર અને જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજકોટમાં ડેમની હાલની સ્થિતિ

  • આજી 1 ડેમ ક્ષમતા 29 ફૂટ હાલની સ્થિતિ 17.70 ફૂટ
  • આજી 2 ડેમ ક્ષમતા 30.10 ફૂટ હાલની સ્થિતિ 29.30 ફૂટ
  • ભાદર ડેમ ક્ષમતા 34 ફૂટ હાલની સ્થિતિ 18.20 ફૂટ
  • ન્યારી 1 ડેમ ક્ષમતા 25.10 ફૂટ હાલની સ્થિતિ 14.60 ફૂટ
  • ન્યારી 2 ડેમ ક્ષમતા 20.70 ફૂટ હાલની સ્થિતિ 10.20 ફૂટ

5 ઇંચ જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે
ગઇકાલે પણ રાજકોટ શહેરમાં અડધા કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો જેના પગલે શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા અને સાંજના સમયે વરસાદથી વાતાવરણ ઠંડુ બની જવા પામ્યું હતું. ઉલ્લેખનિય છે કે છેલ્લા એક સપ્તાહથી વરસતા વરસાદ પગલે રાજકોટમાં અત્યાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે અને તમામ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...