નરેશ પટેલને AAPનું ખુલ્લું આમંત્રણ:રાજકોટમાં ઈસુદાને કહ્યું:'નરેશ પટેલ માટે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ', ભાજપના 150થી વધુ કાર્યકરો 'આપ' માં જોડાશે

રાજકોટ5 મહિનો પહેલા
  • ભાજપના કાર્યકરોએ પક્ષપલટો કરતાં ઈસુદાને કહ્યું: યે તો ટ્રેલર હૈ,પિક્ચર અભી બાકી હૈ
  • પંજાબમાં 'આપ'ની સરકાર બનતાં પાર્ટીના નેતાઓએ શહેરમાં તિરંગા યાત્રા કાઢી હતી

તાજેતરમાં 5 રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં પંજાબમાં જંગી બહુમતીથી 'AAP'ની સરકાર બનતાં એની ઉજવણીના ભાગરૂપે આજે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિજય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ કક્ષાના નેતા ઈસુદાન ગઢવી શહેરમાં આવી પહોંચ્યા હતા. અને વિશાળ રેલીનું આયોજન કર્યું હતું, જ્યાં મીડિયાને ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે નરેશ પટેલ આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ બની શકે છે. ઉલ્લેખનીય છે કે આજે ભાજપ સહિત અન્ય પક્ષના 150થી વધુ લોકો AAPમાં જોડાશે.

ખોડલધામ પ્રમુખ સાથે ઈસુદાન ગુપ્ત મુલાકાત કરશે
ઈસુદાન ગઢવીએ મીડિયાને વધુમાં જણાવ્યું હતું કે આજે નરેશ પટેલને મળવાનો કોઈ સત્તાવાર કાર્યક્રમ નથી. આમ આદમી પાર્ટી જાતિ-જ્ઞાતિથી પર ઊઠીને બધાને લઈને ચાલશે. અમે ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત બનાવવા ઇચ્છીએ છીએ. ઉલ્લેખનીય છે કે હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે ખોડલધામ પ્રમુખ સાથે ઈસુદાન અને AAP નેતાઓ ગુપ્ત મુલાકાત કરશે.

AAPના નેતાઓએ વિશાળ રેલીનું આયોજન કર્યું.
AAPના નેતાઓએ વિશાળ રેલીનું આયોજન કર્યું.

કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં છે
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ ભ્રષ્ટાચારયુક્ત છે, કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં છે, ત્યારે નરેશ પટેલ જેવા સ્વચ્છ છબિ ધરાવતા અને સાચા અર્થમાં લોકોની સેવા કરવા માટે તત્પર હોય તેવા લોકો માટે એકમાત્ર આમ આદમી પાર્ટી શ્રેષ્ઠ વિકલ્પ છે. ખોડલધામ નરેશ આવવા ઈચ્છે તો અમે તેમને દિલથી આવકારીએ છીએ.

આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિજય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિજય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિધાનસભાની ચૂંટણીમાં 'AAP' ઝંપલાવશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ ભાજપમાં ભારે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે તેમજ કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી. ત્યારે આગામી ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી લોકોના હિત માટે આગળ આવશે અને મુખ્યમંત્રી તેમજ મંત્રીઓને મળતી ફ્રી વીજળી સહિતની સુવિધાઓ સામાન્ય લોકોને પણ મળે એવા હેતુ સાથે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં AAP ઝંપલાવશે. આમ આદમી પાર્ટી શિક્ષણ અને આરોગ્ય જેવા સામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દાઓ સાથે ચૂંટણી લડશે.

આગામી ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી લોકોનાં હિત માટે આગળ આવશે.
આગામી ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી લોકોનાં હિત માટે આગળ આવશે.

લોકો પાસે જઈને મત માગીશુ
આજે 150થી વધુ લોકોના AAPમાં જોડાવા મામલે તેમણે કહ્યું હતું કે યે તો ટ્રેલર હૈ, પિક્ચર અભી બાકી હૈ.' આવાનારા દિવસોમાં હજુ અનેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાશે. રાજકોટમાં આજે વિજય તિરંગાયાત્રા કાઢીને આમ આદમી પણ હેલિકોપ્ટરવાળાને હરાવી શકે એ સાબિત કરવાનો પ્રયાસ કરાયો છે. અમે લોકોને સ્પર્શતા મુદ્દા શિક્ષણ, આરોગ્ય, બેરોજગારી સહિતના મુદ્દાઓ સાથે લોકો પાસે જઈને મત માગીશુ તેમજ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આમ આદમી પણ હેલિકોપ્ટરવાળાને હરાવી શકે: ઈસુદાન ગઢવી.
આમ આદમી પણ હેલિકોપ્ટરવાળાને હરાવી શકે: ઈસુદાન ગઢવી.
અન્ય સમાચારો પણ છે...