પાણીચોરો દંડાયા:રાજકોટમાં 680 ઘરોમાં ચકાસણી, ડાયરેક્ટ પમ્પીંગ કરતા 7 લોકો પાસે રૂ.10,750નો દંડ વસૂલાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3ને નોટિસ ફટકાવામાં આવી, 2 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી

રાજકોટ મનપા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ પંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં શહેરના 680 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ 7 કિસ્સાઓ મળેલ હતા. જેથી ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ.10,750/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

2 ઇલેક્ટ્રિક મોટર જપ્ત આ ચકાસણી દરમિયાન 3 લોકોને નોટિસ ફટકાવામાં આવી હતી. જયારે 2 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. પાણી ચકાસણી ઝુંબેશ દરમ્યાન જો કોઇ આસામી ડાયરેક્ટ પમ્પીંગ કરતા માલુમ પડે તેવા કિસ્સાઓમાં રૂ. 2 હજારની પેનલ્ટી વસુલ કરવા જે-તે આસામીઓને નોટીસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે તેમજ જો કોઇ ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ. 250/-નો દંડ વસુલ કરવામાં આવે છે.

18 વોર્ડમાં 123 અધિકારી કાર્યરત ઉલ્લેખનીય છે કે શહેરમાં ઉનાળા દરમિયાન પાણી ચોરી કરનારાઓ ઉપર આકરા પગલાં લેવામાં આવનાર છે. તે માટે મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા એક્શન મોડમાં આવ્યા છે. પાણી લોસ 9 ટકાથી ઘટાડી 5 ટકા સુધી લાવવા લક્ષ્ય હાંસિલ કરવામાં આવશે. જેને પગલે પાણીચોરી રોકવા 18 વોર્ડમાં 123 અધિકારીને ફરજ સોંપવામાં આવી છે.