AAPના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીનો જવાબ:રાજકોટમાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું- ‘પાર્ટીની માન્યતા રદ કરવાની વાતમાં પણ ભાજપ રેવડીની જેમ નિષ્ફળ જશે’

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સાથે વાત કરી. - Divya Bhaskar
ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ મીડિયા સાથે વાત કરી.

ગુજરાતમાં પૂર્વ સનદી અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માગ ઉઠી છે. ત્યારે AAPના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટમાં આ અંગે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પાર્ટીની માન્યતા રદ કરવાની વાતમાં પણ ભાજપ રેવડીની જેમ નિષ્ફળ જશે. આ વખતે આમ આદમી પાર્ટીનું જોર જોઈને ભાજપ ડરી રહ્યો છે. અમારા ગેરંટી કાર્ડથી ડરી ગયા છે આથી ગઈકાલે અમારા ગેરંટી કાર્ડના ટેન્ટ પર હુમલો કર્યો હતો. આમ આદમી પાર્ટીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એના બધા પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે.

સનદી અધિકારીઓ ઉપર એક દબાવની રાજનીતિ
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વધુમાં જણાવ્યું હતું કે, રેવડીની વાત કરે તો નિષ્ફળતા મળે, સરકારી કર્મચારીઓ ગુજરાતમાં આ શાસનથી થાક્યા છે. IAS, IPS બોલે નહીં પણ ગાંધીનગરમાં તેના વિસ્તારની મતપેટીમાં મત ભાજપના ન નીકળે તે હદે થાકેલા છે. ત્યારે એ સનદી અધિકારીઓ ઉપર એક દબાવની રાજનીતિના ભાગરૂપે રિટાયર્ડ સનદી અધિકારીઓની આડમાં ભાજપ છેક આમ આદમી પાર્ટીને ગુજરાતની સરકાર બનાવવા રોકી શકતા નથી.

આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વધુમાં જણાવ્યું હતું કે, હવે એ સમજી ગયા છે કે આમ આદમી પાર્ટીને રોકી નહીં શકાય ત્યારે પૂર્વ સનદી અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીની માન્યતા જ રદ કરવા સુધીની નબળી માનસિકતા સુધી ભાજપ પહોંચ્યો છે. લોકશાહીમાં ભ્રષ્ટ લોકોની સામે એક નિષ્ઠાવાન વિકલ્પ આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં કેજરીવાલ સાહેબ મળ્યા છે. એમના બધા જ પ્રયત્નો નિષ્ફળ જવાના છે. આપ પાર્ટીની માન્યતા રદ કરવાની વાતમાં પણ તેઓ રેવડીની જેમ નિષ્ફળ જશે. ત્યારે આવતા દિવસોમાં સંપૂર્ણ, સ્પષ્ટ દિલ્હી અને પંજાબની જેમ બહુમતિ લઈ આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને બનશે.

આ લોકશાહી વિરોધી પગલું કહેવાય
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વધુમાં જણાવ્યું હતું કે, હવે તો આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવા સુધી પહોંચી ગયા છે ત્યારે લોકશાહી વિરોધી પગલું કહેવાય. પરંતુ અમે કાયદાકીય લડત આપીશું. રાજકોટમાં બે બેઠક પર ઉમેદવાર જાહેર કરવાનું બાકી છે. જેમાં મારું નામ સ્વભાવિક છે પણ પાર્ટીએ હજી સુધી નક્કી કર્યું નથી. પાર્ટી કહેશે તો લડીશ, મારી લડવાની ઈચ્છા નથી. નહીંતર પાર્ટીને જીતાડી સરકાર બનાવવામાં ફાળો રહે તે મહત્વનો છે. બાકી તો પાર્ટી કહેશે તેમ કરીશ.

અન્ય સમાચારો પણ છે...