આંતરિક જૂથવાદ વચ્ચે:રાજકોટમાં સાંજે ભાજપની કારોબારી, રામ મોકરિયાની ગેરહાજરીમાં રૂપાણી હાજર રહેશે, જૂના જોગીઓ આવશે તો તેનું કદ વધશે

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા હાલ દિલ્હી છે ત્યારે ભાજપની કારોબારી મળશે
  • આજની કારોબારીમાં અપેક્ષિત શ્રેણીના કાર્યકરોને હાજર રહેવા શહેર ભાજપ પ્રમુખનું ફરમાન

રાજકોટમાં આજે સાંજે મેયર બંગલે ભાજપની કારોબારી મળશે. આંતરિક જૂથવાદ બાદ પ્રથમ વખત આ કારોબારી મળનાર છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા અને રૂપાણી વચ્ચે આંતરિક જૂથવાદ સ્ટેજ પર જાહેરમાં જોવા મળ્યો હતો. રામ મોકરિયા હાલ દિલ્હી છે ત્યારે તેની ગેરહાજરીમાં જૂના જોગીઓના દર્શન થાય તો પણ નવાઇ નહીં. આ કારોબારીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. આ બેઠક સાંજે 7 વાગ્યે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના અધ્યક્ષસ્થાને મળનાર છે.

અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને બેઠકમાં હાજર રહેવા મિરાણીનું ફરમાન
ભાજપની પ્રણાલિકા મુજબ પ્રદેશ કક્ષાએ યોજાયેલી કારોબારી બેઠક બાદ મહાનગર કક્ષાએ કારોબારી બેઠક યોજવામાં આવતી હોય છે. ભાજપની અપેક્ષિત શ્રેણીના સભ્યો જ આજે કારોબારી બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં પ્રદેશ ભાજપના અગ્રણીઓ વિવિધ પ્રસ્તાવો, ઠરાવ અને રાજકીય પ્રસ્તાવ તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમો અંતર્ગત માહિતી અને વક્તવ્ય પુરુ પાડશે. આ બેઠકમાં અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર હાજર રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ફરમાન કર્યું છે.

ભાજપના સ્નેહમિલનમાં રૂપાણી અને મોકરિયા વચ્ચે તણખા ઝર્યા હતા.
ભાજપના સ્નેહમિલનમાં રૂપાણી અને મોકરિયા વચ્ચે તણખા ઝર્યા હતા.

ભાજપ એક છે એવું રૂપાણીએ હજુ સુધી નિવેદન આપ્યું નથી
રાજકોટમાં 15 નવેમ્બરના રોજ ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં સ્ટેજ પર જ મોકરિયા અને રૂપાણી વચ્ચે તણખા ઝર્યા હતા. આ વાત જગજાહેર હોવા છતાં મોકરિયાએ પાર્ટીની શાખ જાળવી રાખવા મીડિયાને નિવેદન આપ્યું હતું કે, રાજકોટ ભાજપમાં કોઈ આંતરિક જૂથવાદ નથી. બીજી તરફ સ્નેહમિલન બાદ વિજય રૂપાણીએ હજુ સુધી ભાજપ એક છે તેવું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું નથી. આથી ક્યાંકને ક્યાંક રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ પ્રવર્તી રહ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

સી.આર. પાટીલ રાજકોટ આવ્યા ત્યારે રાજકોટ ભાજપના આ નેતાઓ હાજર રહ્યા હતા.
સી.આર. પાટીલ રાજકોટ આવ્યા ત્યારે રાજકોટ ભાજપના આ નેતાઓ હાજર રહ્યા હતા.

સી.આર.પાટીલ રાજકોટ આવ્યા ત્યારે રૂપાણી સુરત જતા રહ્યા હતા
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ રાજકોટ ભાજપના આંતરિક જૂથવાદને ડામવા માટે 10 દિવસ પહેલા રાજકોટ આવ્યા હતા. પરંતુ વિજય રૂપાણી રાજકોટમાં પાટીલ સાથે હાજર રહેવાને બદલે સુરત એક કાર્યક્રમમાં જતા રહ્યા હતા. પાટીલે પણ રાજકોટમાં સ્પષ્ટતા કરવી પડી હતી કે રાજકોટ ભાજપમાં કોઇ આંતરિક જૂથવાદ નથી. કમલેશ મિરાણીના નેતૃત્વમાં ભાજપ એક જૂથ સાથે આગળ ચાલે છે.

પાટીલ રાજકોટ આવ્યા ત્યારે ગોવિંદ પટેલે પાટીના કાનમાં શુ વાત કરી તે પણ એક રહસ્ય બન્યું હતું.
પાટીલ રાજકોટ આવ્યા ત્યારે ગોવિંદ પટેલે પાટીના કાનમાં શુ વાત કરી તે પણ એક રહસ્ય બન્યું હતું.

વિજય રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને ખખડાવ્યા હતા
15 નવેમ્બરના રોજ ભાજપના સ્નેહમિલનમાં જાહેરમાં સ્ટેજ પર ધારાસભ્ય ગોવિંદ પટેલને રૂપાણીએ આમંત્રણ પત્રિકામાં નામના લોચાને લઇને ખખડાવ્યા હતા. આ સમયે જ મોકરિયા વચ્ચે પડ્યા હતા અને રૂપાણીએ મોકરિયાને રોકડુ પરખાવી દીધું હતું કે, તમારી સાથે વાત નથી કરવી તમે બેસી જાવ. આ સમયે મોકરિયાએ પણ રૂપાણીને રોકડુ પરખાવી કહી દીધું હતું કે, હું તમારી સાથે નહીં પટેલ સાથે વાત કરૂ છું.

અન્ય સમાચારો પણ છે...