સાસરિયાનો ત્રાસ:રાજકોટમાં પતિ કહેતો 'તને ઘરકામ કરાવવા માટે લાવ્યા છીએ',સસરા-નણંદ માનસિક ત્રાસ આપતા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરના હનુમાન મઢી પાસે શિવપરામાં માવતરના ઘરે રહેતી પરીણીતાને જામનગરના હાપા રેલ્વે સ્ટેશન પાસે રહેતા પતિએ પોતાની જાણ બહાર અન્ય સ્ત્રી સાથે લગ્ન છુપાવી 'તને ઘરકામ અને સેવા' કરાવવા માટે લાવ્યા છીએ અને સસરા અને નણંદ મેણા ટોણા મારી ત્રાસ આપતા ફરીયાદ નોંધાઇ છે.

મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
રાજકોટના રૈયા રોડ પર હનુમાન મઢી પાસે શીવપરા શેરી નં.1માં માવતરના ઘરે રહેતી પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં રાજકોટમાં રહેતા પતિ મહેશ જીજ્ઞેશભાઇ રાઠોડ,હાપા રેલ્વે સ્ટેશન પાસે રહેતા સસરા જીજ્ઞેશભાઇ છગનભાઇ રાઠોડ, રાજકોટ આમ્રપાલી ફાટક પાસે રહેતી નણંદ પુજા વિપુલભાઇ, હાપા રેલ્વે સ્ટેશન પાસે રહેતી નણંદ આરતી નિલેશભાઇ સાકરીયા અને દિવ્યા અજયભાઇ જીંજવાડીયા સામે ફરીયાદ નોંધાવી છે.

મંદીરમાં લગ્ન પણ કરી લીધા
​​​​​​​​​​​​​​
પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાના રાજકોટમાં રહેતા મહેશ સાથે 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા. પોતાને સંતાનમાં એક પુત્ર છે. લગ્નના એક વર્ષ બાદ પતિ કહેતો કે તને હું મારા માતા-પિતાની સેવા કરવા અને ઘરકામ કરવા માટે લઇ આવ્યો છુ અને પુત્રનો જન્મ બાદ તારે આની સાથે ટાઇમ પાસ કરવાનો છે અને આમ જ રહેવાનું કહી તેની કે તેના પુત્રની કોઇ જવાબદારી કે સંભાળ લેતા ન હોય, પતિએ લગ્ન પહેલા અન્ય યુવતી નિર્મલા સાથે સંબંધ હોય અને મંદીરમાં લગ્ન પણ કરી લીધાની જાણ થતા તેને સાસુ-સસરાને વાત કરતા તેને તેમજ નણંદોએ પણ તેની તરફદારી કરી હતી અને મેણા ટોણા મારી ઝઘડો કરી તારે અહી કામવાળી તરીકે જ રહેવાનું કહી ત્રાસ આપતા હતા. તેમજ પતિને જાણ થતા તેને મારકુટ કરી અને અન્ય સ્ત્રી બાબતે કોઇને વાત કરીશ તો તને મારી નાખીશ તેમ ધમકી આપી હતી.

તેને બીજા લગ્ન કરી લીધા
આ બાદ માવતરના ઘરે ચાલી જતા સમાધાન માટે કોઇ ફોન ન આવતા તપાસ કરતા તેના પતિના સ્ટેટસમાં પતિ સાથે અન્ય યુવતીના ફોટા તેમજ તેની સાથે નણંદ પુજા સહીત હોય અને તેને બીજા લગ્ન કરી લીધા હોવાનું અને તેને એક સંતાન પણ હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.